એક જ રાતમાં પ્રોહીબીશનના ૪૫૦ કેસ-૨૦૦ જેટલી છરી-ગુપ્તી જપ્ત કરી

અમદાવાદ,મંગળવારઅમદાવાદમાં દિવાળી બાદ હત્યાના કેસ તેમજ અન્ય ગુના બનતા કાયદો અને વ્યવસ્થાને લઇને અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે પોલીસે રાતોરાત સ્થિતિને કાબુમાં લેવાની હોય તેમ ઇન્ચાર્જ પોલીસ કમિશનરે સમગ્ર  અમદાવાદની પોલીસને  કોમ્બીગંના નામે રસ્તા પર ઉતારીને ૩૧મી ડિસેમ્બરે  કરવામાં ન આવતી હોય તેવી કામગીરી કરી હતી. જેમાં પ્રોહીબીશનના ૪૫૦  કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને ગૃહવિભાગે અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરીને ઠપકો આપીને પોલીસની કામગીરીની ટીકા કરી હતી. ત્યારબાદ પોલીસ કમિશનરે સમગ્ર અમદાવાદના ઉચ્ચ અધિકારીઓને   રસ્તા પર ઉતરીને સઘન વાહનચેકિંગ, કોમ્બીંગની કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો.

એક જ રાતમાં પ્રોહીબીશનના ૪૫૦ કેસ-૨૦૦ જેટલી છરી-ગુપ્તી જપ્ત કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,મંગળવાર

અમદાવાદમાં દિવાળી બાદ હત્યાના કેસ તેમજ અન્ય ગુના બનતા કાયદો અને વ્યવસ્થાને લઇને અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે પોલીસે રાતોરાત સ્થિતિને કાબુમાં લેવાની હોય તેમ ઇન્ચાર્જ પોલીસ કમિશનરે સમગ્ર  અમદાવાદની પોલીસને  કોમ્બીગંના નામે રસ્તા પર ઉતારીને ૩૧મી ડિસેમ્બરે  કરવામાં ન આવતી હોય તેવી કામગીરી કરી હતી. જેમાં પ્રોહીબીશનના ૪૫૦  કેસ નોંધાયા હતા.

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઇને ગૃહવિભાગે અમદાવાદના ઇન્ચાર્જ પોલીસ કમિશનર અજય ચૌધરીને ઠપકો આપીને પોલીસની કામગીરીની ટીકા કરી હતી. ત્યારબાદ પોલીસ કમિશનરે સમગ્ર અમદાવાદના ઉચ્ચ અધિકારીઓને   રસ્તા પર ઉતરીને સઘન વાહનચેકિંગ, કોમ્બીંગની કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો હતો.