એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે લગ્ન કરવા દબાણ કરી યુવતી અને ફિયાન્સને મારી નાખવાની ધમકી
અમદાવાદ,રવિવાર કાંકરીયા વિસ્તારમાં રહેતી યુવતીને મિત્રતા કરવી ભારે પડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એકતરફી પ્રેમમાં પાગલ યુવકે પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરીને ધાક ધમકી આપી હતી. એટલું જ નહી યુવતીની સગાઇ થતાં પાગલ પ્રેમી જુદા જુદા નંબરોથી ફોન કરી યુવતીને હેરાન કરતો હતો. યુવતીને લગ્ન માટે દબાણ કરીને તેને અને ફિયાન્સને પણ ધમકી ભર્યા મેસેજ કરીને બન્નેને મારી નાંખવાની ધમકી આપતો હતો. તાજેતરમાં યુવતીના ઘર જઇને યુવતી અને તેના પિતાને ફોટા વાયરલની ધમકી આપી હતી. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.યુવતીને બે મહિનાથી સખત હેરાન કરતાં કંટાળીને શખ્સ સામે ફરિયાદ કરતાં કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીકાંકરિયા વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષની યુવતીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અજય સામે ફરિયાદ નોંધાવી છે કે ચાર વર્ષ પહેલા અગાઉ બહેનપણીના કૌટુંબિકભાઈ સાથે તેનો પરિચય થયા બાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી. પરંતુ યુવક મિત્રતે પ્રેમ સમજીને તે પ્રમાણે વર્તન કરતો હતો, બીજીતરફ બે મહિના અગાઉ ફરિયાદીની સગાઈ વડોદરાના યુવક સાથે થઇ હતી જેથી યુવતીએ યુવક સાથે સંબંધ તોડી નાખીને અને મોબાઈલ નંબર પણ બદલી નાંખ્યો હતો. બીજીતરફ એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે નંબર મેળવીને જુદા-જુદા નંબરથી ફોન કરીને હેરાન કરતો હતો. તા.૭-૦૯-૨૪ના રોજ તે યુવતીના ઘર આગળ આવીને ફોેન કરીને મળવાની વાત કરી હતી યુવતી મળવા માટે ગઈ ત્યારે તેણે લગ્ન કરવા દબાણ કર્યું હતું અને લગ્ન નહી કરે તો હું તને તેને ફિયાન્સને મારી નાંખીશ તેવી ધમકી આપીને જતો રહ્યો હતો. ત્યારબાદ ફિયાન્સને ધમકીભર્યા મેસેજ કર્યા હતા અને યુવતી અને તેના પિતાને પણ મેસેજ કરીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,રવિવાર
કાંકરીયા વિસ્તારમાં રહેતી યુવતીને મિત્રતા કરવી ભારે પડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એકતરફી પ્રેમમાં પાગલ યુવકે પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરીને ધાક ધમકી આપી હતી. એટલું જ નહી યુવતીની સગાઇ થતાં પાગલ પ્રેમી જુદા જુદા નંબરોથી ફોન કરી યુવતીને હેરાન કરતો હતો. યુવતીને લગ્ન માટે દબાણ કરીને તેને અને ફિયાન્સને પણ ધમકી ભર્યા મેસેજ કરીને બન્નેને મારી નાંખવાની ધમકી આપતો હતો. તાજેતરમાં યુવતીના ઘર જઇને યુવતી અને તેના પિતાને ફોટા વાયરલની ધમકી આપી હતી. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવતીને બે મહિનાથી સખત હેરાન કરતાં કંટાળીને શખ્સ સામે ફરિયાદ કરતાં કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
કાંકરિયા વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષની યુવતીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અજય સામે ફરિયાદ નોંધાવી છે કે ચાર વર્ષ પહેલા અગાઉ બહેનપણીના કૌટુંબિકભાઈ સાથે તેનો પરિચય થયા બાદ બંને વચ્ચે મિત્રતા થઇ હતી. પરંતુ યુવક મિત્રતે પ્રેમ સમજીને તે પ્રમાણે વર્તન કરતો હતો, બીજીતરફ બે મહિના અગાઉ ફરિયાદીની સગાઈ વડોદરાના યુવક સાથે થઇ હતી જેથી યુવતીએ યુવક સાથે સંબંધ તોડી નાખીને અને મોબાઈલ નંબર પણ બદલી નાંખ્યો હતો.
બીજીતરફ એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે નંબર મેળવીને જુદા-જુદા નંબરથી ફોન કરીને હેરાન કરતો હતો. તા.૭-૦૯-૨૪ના રોજ તે યુવતીના ઘર આગળ આવીને ફોેન કરીને મળવાની વાત કરી હતી યુવતી મળવા માટે ગઈ ત્યારે તેણે લગ્ન કરવા દબાણ કર્યું હતું અને લગ્ન નહી કરે તો હું તને તેને ફિયાન્સને મારી નાંખીશ તેવી ધમકી આપીને જતો રહ્યો હતો. ત્યારબાદ ફિયાન્સને ધમકીભર્યા મેસેજ કર્યા હતા અને યુવતી અને તેના પિતાને પણ મેસેજ કરીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.