આરોપી વસીમ પઠાણની જામીન અરજી વધુ એકવાર કોર્ટે નામંજુર કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, શુક્રવાર
મિરઝાપુરમાં આશરે બે વર્ષ પહેલા વસીમ પઠાણ, તેના ત્રણ ભાઇ અને પિતાએ સાથે મળીને બિલાલ બેલીમ નામના યુવકની છરીને ૪૦ જેટલા ઘા ઝીંકીને હત્યા કરી હતી. આ કેસના આરોપી વસીમ પઠાણે સેશન્સ કોર્ટમાં પત્નીની બિમારીનું કારણ આપીને ૨૦ દિવસના જામીન માંગ્યા હતા. પરંતુ, કોર્ટે આરોપીનો ગુનાહિત ઇતિહાસ અને પત્નીની સારવારનું કારણ યોગ્ય ન લાગતા તેના જામીન નામંજૂર કર્યા હતા.
મિરઝાપુરમાં રહેતા બિલાલ બેલીમની મિરઝાપુરમાં કરીમ પઠાણ , તેના પુત્ર વસીમ પઠાણ અન અન્ય ત્રણ પુત્રોએ સાથે મળીને ધધાકીય અદાવત રાખીને આશરે બે વર્ષ પહેલા છરીના ૪૦થી વધારે ઘા ઝીકીને ક્રુર હત્યા કરી હતી.
What's Your Reaction?






