આઠ કરોડના ૨૩ કિલો હાઇબ્રીડ ગાંજા સાથે ભાઇ-બહેનને ઝડપી લેવાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,ગુરૂવાર
શહેરના નાના ચિલોડા નોબલનગર પાસે સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓએ દરોડો પાડીને એક યુવતી અને યુવકને રૂપિયા આઠ કરોડની કિંમતના ૨૩ કિલો હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમા જાણવા મળ્યું હતું કે સુરતમાં રહેતા મિલન વઘાસિયા તેમજ અમદાવાદમાં રહેતા અરમાન જોષીના કહેવાથી બેંગકોક કેરિયર મોકલીને યુવતી અને યુવકે હાઇબ્રીડ ગાંજો મંગાવ્યો હતો. પરંતુ, ચાર કેરિયર યુવક પૈકી એક યુવક મુંબઇમાં ગાંજાના જથ્થા સાથે ઝડપાઇ ગયો હતો. અરમાન જોષી અને મિલને આ યુવકને ન છોડાવતા યુવતીએ હાઇબ્રીડ ગાંજાનો જથ્થો પોતાની પાસે રાખ્યો હતો. એસઓજીએ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

