આજે P.M. નરેન્દ્ર મોદીનો સન્માન સમારોહ GMDC ખાતે ભવ્ય કાર્યક્રમને અંતિમ ઓપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ તા. 16 સપ્ટેમ્બરના રોજ GMDC ગ્રાઉન્ડ ખાતેથી અંદાજે રૂ. 8,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને અનુલક્ષીને AMC દ્વારા એક સપ્તાહથી તડામાર તૈયારી હાથ ધરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને રવિવારે મોડી રાત સુધી કામગીરી હાથ ધરીને કાર્યક્રમના આયોજનને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો. GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમ માટે AMCના તમામ વિભાગોના અધિકારીઓને ફરજ સોંપાઈ હતી. AMC કમિશનર, મેયર. ડે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિત હોદ્દેદારો અને તમામ DYMC સહિત અધિકારીઓ ખડે પગે રહ્યા હતા. GMDC ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સ્ટેજ, VVIP, VIP માટે વ્હાઈટ સોફા ગોઠવવામાં આવ્યા છે અને બંન્ને બાજુએ અલગ અલગ બ્લોકમાં ખુરશીની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. GMDC ગ્રાઉન્ડ સુધી લોકોને પહોંચવા માટે AMTS ની 900 બસ ફાળવવામાં આવી છે. BRTS ની ફળવાઇ નથી. જોકે, PM નરેન્દ્ર મોદીના આગમનથી લઈને કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી 132 ફૂટના રીંગરોડ પર BRTSને સ્થગિત કરી દેવાશે. સૂત્રોના જણાવ્યાનુસાર, ડ્રાઈવ ઈન સિનેમાથી હેલ્મેટ સર્કલ સુધીના મુખ્ય રોડને રીસરફેસ કરાયો છે અને GMDC ગ્રાઉન્ડની આસપાસના રોડની કામગીરી અને ફુટપાથને રંગરોગાન કરવામાં આવ્યા છે તેમજ 132 ફુટના રિંગ રોડ તથા રાત- દિવસ સફાઈ કામગીરી હાથ ધરીને GMDC ગ્રાઉન્ડની આસપાસના રોડનો ચોખ્ખા-ચણાક બનાવી દેવામાં આવ્યા છે. મ્યુનિ. સોલીડ વેસ્ટ ખાતાએ કાર્યક્રમ પૂરો થયા બાદ જીએમડીસી ગ્રાઉન્ડ અને આસપાસનાં વિસ્તારમાં સતત સફઇ અભિયાનનુ આયોજન કરી દીધુ છે. વટવા, નિકોલ, વસ્ત્રાલ, અમરાઈવાડી, સહિતના પૂર્વના વિસ્તારોમાંથી નાગરિકો અને BJPના કાર્યકરોને GMDC ગ્રાઉન્ડ સુધી પહોંચવા માટે મેટ્રો રેલનો ઉપયોગ કરવા માટે આયોજન કરાયું છે. BJPના ધારાસભ્યો, હોદ્દેદારો, કોર્પોરેટરોને કાર્યક્રમના સ્થળે વધુ લોકો એકત્રિત કરવા સૂચના આપવામાં આવી છે. GMDC ગ્રાઉન્ડની આસપાસના રોડ પરના વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવ્યું છે અને આ સમગ્ર રૂટ પર ઢોર રખડતા ન જોવા મળે તે માટે CNCD વિભાગને તાકીદ કરવામાં આવી છે અને આ વિસ્તારોમાં CNCDની ટીમો રાઉન્ડ લગાવી રહી છે. ટ્રાફિકની કોઈ સમસ્યા ન સર્જાય તે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પોલીસ કર્મીઓને ખડે પગે તૈનાત કરાયા છે.

આજે P.M. નરેન્દ્ર મોદીનો સન્માન સમારોહ GMDC ખાતે ભવ્ય કાર્યક્રમને અંતિમ ઓપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલ તા. 16 સપ્ટેમ્બરના રોજ GMDC ગ્રાઉન્ડ ખાતેથી અંદાજે રૂ. 8,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને અનુલક્ષીને AMC દ્વારા એક સપ્તાહથી તડામાર તૈયારી હાથ ધરીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને રવિવારે મોડી રાત સુધી કામગીરી હાથ ધરીને કાર્યક્રમના આયોજનને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો. GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમ માટે AMCના તમામ વિભાગોના અધિકારીઓને ફરજ સોંપાઈ હતી. AMC કમિશનર, મેયર. ડે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિત હોદ્દેદારો અને તમામ DYMC સહિત અધિકારીઓ ખડે પગે રહ્યા હતા. GMDC ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સ્ટેજ, VVIP, VIP માટે વ્હાઈટ સોફા ગોઠવવામાં આવ્યા છે અને બંન્ને બાજુએ અલગ અલગ બ્લોકમાં ખુરશીની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. GMDC ગ્રાઉન્ડ સુધી લોકોને પહોંચવા માટે AMTS ની 900 બસ ફાળવવામાં આવી છે. BRTS ની ફળવાઇ નથી. જોકે, PM નરેન્દ્ર મોદીના આગમનથી લઈને કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી 132 ફૂટના રીંગરોડ પર BRTSને સ્થગિત કરી દેવાશે.

સૂત્રોના જણાવ્યાનુસાર, ડ્રાઈવ ઈન સિનેમાથી હેલ્મેટ સર્કલ સુધીના મુખ્ય રોડને રીસરફેસ કરાયો છે અને GMDC ગ્રાઉન્ડની આસપાસના રોડની કામગીરી અને ફુટપાથને રંગરોગાન કરવામાં આવ્યા છે તેમજ 132 ફુટના રિંગ રોડ તથા રાત- દિવસ સફાઈ કામગીરી હાથ ધરીને GMDC ગ્રાઉન્ડની આસપાસના રોડનો ચોખ્ખા-ચણાક બનાવી દેવામાં આવ્યા છે. મ્યુનિ. સોલીડ વેસ્ટ ખાતાએ કાર્યક્રમ પૂરો થયા બાદ જીએમડીસી ગ્રાઉન્ડ અને આસપાસનાં વિસ્તારમાં સતત સફઇ અભિયાનનુ આયોજન કરી દીધુ છે. વટવા, નિકોલ, વસ્ત્રાલ, અમરાઈવાડી, સહિતના પૂર્વના વિસ્તારોમાંથી નાગરિકો અને BJPના કાર્યકરોને GMDC ગ્રાઉન્ડ સુધી પહોંચવા માટે મેટ્રો રેલનો ઉપયોગ કરવા માટે આયોજન કરાયું છે. BJPના ધારાસભ્યો, હોદ્દેદારો, કોર્પોરેટરોને કાર્યક્રમના સ્થળે વધુ લોકો એકત્રિત કરવા સૂચના આપવામાં આવી છે. GMDC ગ્રાઉન્ડની આસપાસના રોડ પરના વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવ્યું છે અને આ સમગ્ર રૂટ પર ઢોર રખડતા ન જોવા મળે તે માટે CNCD વિભાગને તાકીદ કરવામાં આવી છે અને આ વિસ્તારોમાં CNCDની ટીમો રાઉન્ડ લગાવી રહી છે. ટ્રાફિકની કોઈ સમસ્યા ન સર્જાય તે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને પોલીસ કર્મીઓને ખડે પગે તૈનાત કરાયા છે.