અમરેલી: પોતાના ખેતરમાં વિનાશ વેરાતા સાંસદને ખેડૂતોની વ્યથા સમજાઈ, ખેડૂતોને ઓછી સહાય મુદ્દો વિરોધ કર્યો

Oct 6, 2025 - 00:30
અમરેલી: પોતાના ખેતરમાં વિનાશ વેરાતા સાંસદને ખેડૂતોની વ્યથા સમજાઈ, ખેડૂતોને ઓછી સહાય મુદ્દો વિરોધ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Farmers in Amreli

Amreli News : અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદના કારણે ખેતીપાકને વ્યાપક નુકસાન થયું છે, પરંતુ આ વખતે નુકસાનીની ગંભીરતાનો મુદ્દો વધુ ઉગ્ર ત્યારે બન્યો જ્યારે અમરેલીના સાંસદ ભરત સુતરીયા પોતે જ તેના ભોગ બન્યા. સાંસદની 18 વીઘા જમીનમાં કાપેલી મગફળીના પાથરા વરસાદમાં સંપૂર્ણપણે પલળી ગયા હતા, જેના કારણે મગફળીના દાણાઓમાં ફૂગ લાગી ગઈ અને ઘણા દાણા ઊગી નીકળ્યા હતા. પાક સાથે કપાસના છોડને પણ નુકસાન થયું છે.

સાંસદને ખેડૂતોની વ્યથા હવે સમજાઈ

ખુદના ખેતરમાં થયેલા નુકસાનનું જાત નિરીક્ષણ કર્યા બાદ સાંસદ સુતરીયાએ ખેડૂતોની વેદનાની ગંભીરતા સમજાઈ હતી, અને તેમની સમસ્યાને વાચા આપવાની વાત કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0