અમદાવાદ-હરિદ્વાર યોગા એક્સપ્રેસ ટ્રેનમાં લોકોની ભારે ભીડ, મુસાફરોને ભારે હાલાકી

દિવાળીના તહેવારના થોડા દિવસ પહેલા વતન જવા માટે લોકોની ભારે ભીડ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર જોવા મળી હતી, ત્યારે આવી જ ભીડ હવે એક ટ્રેનમાં અત્યારે જોવા મળી રહી છે.રિઝર્વેશન હોવા છતાં સીટ ન મળતી હોવાનો મુસાફરોનો આક્ષેપ અમદાવાદ-હરિદ્વાર યોગા એક્સપ્રેસ ટ્રેનમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ટ્રેનમાં ભીડથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને ભીડને કારણે પ્રવાસીઓને પણ મોટી હાલાકી પડી રહી છે. રિઝર્વેશન હોવા છતાં સીટ ન મળતી હોવાના આક્ષેપ અનેક મુસાફરો કરી રહ્યા છે. ત્યારે આ મુદ્દે રેલવે તંત્રને અનેક ફરિયાદો કરવા છતાં રેલવે તંત્ર તરફથી કોઈ યોગ્ય જવાબ મુસાફરોને ના મળતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તહેવારોમાં સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી છતાં લોકોની ભીડ યથાવત ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારોમાં મુસાફરોને ટ્રેનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તેના માટે રેલવે તંત્ર દ્વારા પણ વધારાની સ્પેશિયલ ટ્રેન વિવિધ સ્થળો પર દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તે મુજબ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, તેમ છતાં ટ્રેનના ડબ્બામાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે દશેરાથી લઈને દિવાળી સુધી 106 સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી છે અને આગામી ડિસેમ્બર મહિના સુધી રેલવે દ્વારા 2,315 ટ્રીપનું આયોજન કરવામાં આવેલું છે. રાજકોટથી યૂપી, પશ્ચિમ બંગાળ જવા માટે પણ ખાસ આયોજન રેલવે દ્વારા કરવામાં આવ્યું છે. વડોદરા-વલસાડ પેસેન્જર ટ્રેન 6 નવેમ્બર સુધી રદ રહેશે આ સિવાય વડોદરા-વલસાડ પેસેન્જર ટ્રેન આગામી 6 નવેમ્બર સુધી રદ કરવામાં આવી છે. ટ્રેન નંબર 09162 વડોદરા – વલસાડ પેસેન્જર 3 નવેમ્બરથી 6 નવેમ્બર સુધી રદ રહેશે અને ટ્રેન નંબર 09161 વલસાડ - વડોદરા પેસેન્જર 4 નવેમ્બરથી 6 નવેમ્બર સુધી રદ રહેશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી મેળવવા માટે મુસાફરોએ રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

અમદાવાદ-હરિદ્વાર યોગા એક્સપ્રેસ ટ્રેનમાં લોકોની ભારે ભીડ, મુસાફરોને ભારે હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવારના થોડા દિવસ પહેલા વતન જવા માટે લોકોની ભારે ભીડ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર જોવા મળી હતી, ત્યારે આવી જ ભીડ હવે એક ટ્રેનમાં અત્યારે જોવા મળી રહી છે.

રિઝર્વેશન હોવા છતાં સીટ ન મળતી હોવાનો મુસાફરોનો આક્ષેપ

અમદાવાદ-હરિદ્વાર યોગા એક્સપ્રેસ ટ્રેનમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ટ્રેનમાં ભીડથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને ભીડને કારણે પ્રવાસીઓને પણ મોટી હાલાકી પડી રહી છે. રિઝર્વેશન હોવા છતાં સીટ ન મળતી હોવાના આક્ષેપ અનેક મુસાફરો કરી રહ્યા છે. ત્યારે આ મુદ્દે રેલવે તંત્રને અનેક ફરિયાદો કરવા છતાં રેલવે તંત્ર તરફથી કોઈ યોગ્ય જવાબ મુસાફરોને ના મળતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

તહેવારોમાં સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી છતાં લોકોની ભીડ યથાવત

ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારોમાં મુસાફરોને ટ્રેનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તેના માટે રેલવે તંત્ર દ્વારા પણ વધારાની સ્પેશિયલ ટ્રેન વિવિધ સ્થળો પર દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તે મુજબ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, તેમ છતાં ટ્રેનના ડબ્બામાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે દશેરાથી લઈને દિવાળી સુધી 106 સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી છે અને આગામી ડિસેમ્બર મહિના સુધી રેલવે દ્વારા 2,315 ટ્રીપનું આયોજન કરવામાં આવેલું છે. રાજકોટથી યૂપી, પશ્ચિમ બંગાળ જવા માટે પણ ખાસ આયોજન રેલવે દ્વારા કરવામાં આવ્યું છે.

વડોદરા-વલસાડ પેસેન્જર ટ્રેન 6 નવેમ્બર સુધી રદ રહેશે

આ સિવાય વડોદરા-વલસાડ પેસેન્જર ટ્રેન આગામી 6 નવેમ્બર સુધી રદ કરવામાં આવી છે. ટ્રેન નંબર 09162 વડોદરા – વલસાડ પેસેન્જર 3 નવેમ્બરથી 6 નવેમ્બર સુધી રદ રહેશે અને ટ્રેન નંબર 09161 વલસાડ - વડોદરા પેસેન્જર 4 નવેમ્બરથી 6 નવેમ્બર સુધી રદ રહેશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી મેળવવા માટે મુસાફરોએ રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.