અમદાવાદ: ભાજપના ધારાસભ્યની ઓફિસ પાસે જ રાષ્ટ્રધ્વજનું અપમાન! દારૂની બોટલો અને ઝાડુ લટકાવતા ખળભળાટ

Jan 23, 2026 - 00:00
અમદાવાદ: ભાજપના ધારાસભ્યની ઓફિસ પાસે જ રાષ્ટ્રધ્વજનું અપમાન!  દારૂની બોટલો અને ઝાડુ લટકાવતા ખળભળાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News : ગુજરાતમાં એક તરફ સરકાર કડક દારૂબંધી અને રાષ્ટ્રભક્તિના દાવા કરે છે, પરંતુ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આ બંને દાવાઓના લીરેલીરા ઉડાવતી એક શરમજનક ઘટના સામે આવી છે. બાપુનગરના ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહની ઓફિસની સાવ નજીક આવેલા સર્કલ પર રાષ્ટ્રધ્વજ સાથે ઝાડુ અને તેની પાસેના પુતળા પર દારૂની બોટલો લટકાવવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જાહેર માર્ગ પર રાષ્ટ્રધ્વજની ગરિમા લજવાઈ

સરસપુર વિસ્તારમાં આવેલા એક જાહેર સર્કલ પર સ્થાપિત પ્રતિમા પાસે રાષ્ટ્રધ્વજ લહેરાય છે. આ પવિત્ર સ્થળ પર અજાણ્યા તત્વો દ્વારા દારૂની ખાલી બોટલો અને ઝાડુ લટકાવી દેવામાં આવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0