અમદાવાદ પ્લેન દુર્ઘટના: FSLના નિષ્ણાતોનું અદમ્ય સમર્પણ, અંગત મુશ્કેલીઓ છતાં DNA પરીક્ષણમાં દિવસ-રાત ખડે પગે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad Plane Crash, DNA Test Process : અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાએ અનેક પરિવારોને ક્યારેય ન ભુલાય તેવી પીડા આપી છે. જ્યારે મૃતકોના દેહોની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે, ત્યારે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે ફરજ બજાવતા 36 જેટલા ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ દિવસ રાત DNA પરીક્ષણની કામગીરીમાં ખડે પગે છે, જેથી પીડિત પરિવારોને તેમના સ્વજનોની ઓળખ મળી શકે.
DNA પરીક્ષણ માટે નિષ્ણાતની ટીમ 24 કલાક કાર્યરત
આ 36 સમર્પિત નિષ્ણાતોની ટીમમાં એવા અનેક લોકો છે જેઓ અંગત જીવનની કપરી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા હોવા છતાં પોતાની ફરજને સર્વોપરી માની રહ્યા છે. એક એવા ફોરેન્સિક નિષ્ણાત છે જેમના માતૃશ્રીનું હૃદય માત્ર 20 ટકા જ કાર્ય કરી રહ્યું છે અને તેમની તાત્કાલિક સર્જરી કરાવવાની છે.
What's Your Reaction?






