અમદાવાદમાં ખાનગી ઇવેન્ટના કારણે કાંકરિયા રોડ આજે મોડી રાત સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Traffic Diversion in Ahmedabad: દિવાળીના પર્વની શરૂઆત વચ્ચે જ અમદાવાદના કાંકરિયા ખાતે આજે (શનિવારે) સાંજે એક ખાનગી કલબમાં યોજાનારા કાર્યક્રમના પગલે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના હજારો નાગરિકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કાર્યક્રમ સાંજે શરૂ થવાનો હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશને સવારથી જ કાંકરિયા લેકફ્રન્ટની તમામ મનોરંજન પ્રવૃત્તિઓ બંધ રાખવાની જાહેરાત કરી છે, જેના કારણે ઝૂ, નોકટરનલ ઝૂ, કિડઝ સિટી સહિતના સ્થળોની મુલાકાત લેવા આવેલા મુલાકાતીઓને નિરાશ થવું પડ્યું છે. અમદાવાદમાં કાંકરિયા અને તેની આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક પ્રતિબંધો અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યા છે. જે આજે (11 ઓક્ટોબર) ના રોજ બપોરે 3:00 વાગ્યાથી લઈને રાત્રે 2:00 વાગ્યા સુધી અમલમાં રહેશે.
દિવાળીના દિવસોમાં જ લેકફ્રન્ટ બંધ
What's Your Reaction?






