અક્સેર્પોર્ટ માટે ઓનલાઈન સર્ટિફિકેટ લેવાની વ્યવસ્થાને કારણે નિકાસ ઘટી જવાની દહેશત

Jul 12, 2025 - 07:30
અક્સેર્પોર્ટ માટે ઓનલાઈન સર્ટિફિકેટ લેવાની વ્યવસ્થાને કારણે નિકાસ ઘટી જવાની દહેશત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


ભારતીય નિકાસકારોને સમયસર પ્રમાણપત્ર ન મળે તો આયાતકાર કસ્ટમર ગુમાવી દેવાની પણ દહેશત

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગુરૃવાર

સર્ટિફિકેટ ઓફ ફાર્માસ્યૂટિકલ પ્રોડક્ટ્સ (સીઓપીપી) મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનો પરિપત્ર એકાએક સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશને કરેલા પરિપત્રને કારણે ભારતની ફાર્માસ્યૂટિકલ્સની નિકાસને ફટકો પડવાની સંભાવના હોવાની ફરિયાદ સાથે ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશને પણ વિરોધ નોંધાવ્યો છે. ફાર્માસ્યૂટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે  ઓફ ઇન્ડિયાએ પણ તેની સામે વિરોધ નોંધાવતા કર્યું છે કે આ પરિપત્રના માધ્યમથી સીઓપીપી એટલે કે દવાઓની નિકાસ પૂર્વે લેવાનું થતું પ્રમાણપત્ર ઓનલાઈન લેવાની ફરજ પાડતી પ્રથા ઉચિત નથી. સરકારે સર્ટિફિકેશન માટે ચાલુ કરેલું ઓએનડીએલએસ પોર્ટલ બરાબર ચાલતું જ ન હોવાથી નિકાસકારો તેને માટે ઉત્સુક નથી. જૂની સિસ્ટમમાંથી નવી સિસ્ટમમાં જવા માટે સમય આપવો જરૃરી બની ગયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0