અકોટાના ઘર દેરાસરમાંથી ૫૦૦વર્ષ જૂની પ્રતિમાઓ ઉઠાવી જનાર ત્રિપુટી પકડાઇ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ અકોટાના ઘર દેરાસરમાંથી પ્રાચીન પ્રતિમાઓ અને દાગીનાની થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.
અકોટા સ્ટેડિયમ પાછળ અમી ફ્લેટમાં રહેતા સીએ પ્રતાપભાઇ બાવચંદભાઇ શાહનું નજીકની ચેતન સોસાયટીમાં મકાનનું બાંધકામ ચાલતું હોવાથી તેમણે ભોંયતળિયે ઘર દેરાસર બનાવી તેમાં ભગવાન શ્રી સુમતિનાથ અને શ્રી શાંતિનાથ પ્રભુજીની ૫૦૦ વર્ષ જૂની પંચધાતુની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. જે પ્રતિમાઓ અને ૫૦૦ ગ્રામ ચાંદીનો મુગટ, અમેરિકન ડાયમંડની માળા સહિતના દાગીનાની તા.૨૯મી મેની રાતે ચોરી થઇ હતી.
આ બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડીજે ચાવડા અને ટીમે જુદીજુદી ટીમો બનાવી ૧૦૦ થી વધુ સીસીટીવી તપાસતાં બાઇક સવાર ત્રણ યુવકોની હરકત શંકાસ્પદ જણાઇ હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

