સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 19 ગામના વિદ્યાર્થીઓ માટે ઈ-બસ સેવા શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
E-bus Service For Student Of Statue of Unity Area : રાજપીપળા, નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના 19 ગામોના 250થી વધુ વિદ્યાર્થીઓ માટે ઈ-બસ સેવા શરૂ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા શરૂ કરાયેલી આ પહેલથી વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં પડતી મુશ્કેલીઓ દૂર થશે અને તેઓ સુરક્ષિત તેમજ નિયમિત રીતે શિક્ષણ મેળવી શકશે.
વિદ્યાર્થીઓ માટે આરામદાયક અને સુરક્ષિત પરિવહન
આ ઈ-બસ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય ઓથોરિટી વિસ્તારના ગામડાઓમાં રહેતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુલભ બનાવવાનો છે. ગોરા, બોરિયા, ગરૂડેશ્વર અને નવાગામ સહિતના પાંચ શાળાઓના વિદ્યાર્થીઓને આ સેવાનો લાભ મળશે.
What's Your Reaction?






