સુરત: જીવ દયાના નામે બેદરકારીનો ખેલ: રસ્તા પર ચણ ફેંકતા કબુતર માટે મોતનો જાળ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેરમાં શરુ થયેલી ગરમીમાં કેટલાક કહેવાતા જીવદયા પ્રેમીઓની બેદરકારી- જીદ તથા પાલિકાની શાહમૃગ વૃત્તિ ના કારણે ટ્રાફિક સમસ્યા અને અકસ્માતની ભીતિ સાથે રોજ સંખ્યાબંધ કબુતર ના મોત થઈ રહ્યાં છે. ટ્રાફિક ધમધમતા રોડ પર ફેંકવામાં આવેલા ચણ ખાવા આવતા કબુતરો દોડતા વાહનોની અડફેટમાં આવે છે અને મોતને ભેટી રહ્યા છે. તો બીજી તરફ રોડ પર મુકવામાં આવેલા પાણીના કુંડા ના કારણે અકસ્માત થાય તેવી ભીતિ છે. જોકે, આવી સ્થિતિ છતાં પાલિકા તંત્ર કોઈ નક્કર પગલાં ભરતી ન હોવાથી સ્થાનિકોના આરોગ્ય જોખમાઈ અને અકસ્માતની રાહ જોઈ રહી છે.
સુરતના કેટલાક સર્કલમાં કહેવાતા જીવદયા પ્રેમીઓ ચણ અને પાણી સાથે વધેલો ખોરાક નાંખતા હોવાથી ભારે ગંદકી થઈ રહી છે અને તેના કારણે આસપાસના લોકોના આરોગ્ય સામે ખતરો થઈ રહ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

