સાવરકુંડલામાં વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં, પ્રોફેસર સામે ફરિયાદ નોંધાઈ

અમરેલીના સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમાં પોસ્કોની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં કણકીયા કોલેજના પી.ટી ના પ્રોફેસર અને વિદ્યાર્થી વિરૂદ્ધ ફરિયાદ નોંધાય હતી. પ્રોફેસર એજાજ કાજી અને સાબીર મલેક નામના વિદ્યાર્થી સામે ગુનો દાખલ દાખલ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલામહત્વનું કહી શકાય કે, કણાકિયા કોલેજથી રાજકોટ કબડી સ્પર્ધામાં જતા સમયે તુફાન ગાડીમાં શારીરિક અડપલા આચરવામાં આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થી સાબિર મલેકે આગાઉ આઠ મહિના પહેલા વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.સાવરકુંડલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી  જેમાં ભોગ બનનાર વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા આચરનાર સાબિર મલેકના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારે હવે સાવરકુંડલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના ઇસનપુરમાં સગીરા સાથે છેડતી અમદાવાદના ઇસનપુરમાં સગીરા સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. જેમાં 12 વર્ષની સગીરા સાથે આધેડે અડપલાં કર્યા હોવાનું સામે આવ્યું છે. આ સગીરાને પૈસા આપવાની લાલચ આપી કારમાં બેસાડવામાં આવી હતી. જે બાદ ફરવા લઈ જવાની લાલચ આપી અડપલાં કર્યા હતા. ત્યારે સગીરાએ આરોપીની પત્નીને જાણ કરવાનું કહેતા ધમકી આપી હતી. જે બાદ પોલીસે આરોપીને પકડી જેલ હવાલે કર્યો છે. 

સાવરકુંડલામાં વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં, પ્રોફેસર સામે ફરિયાદ નોંધાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલીના સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમાં પોસ્કોની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં કણકીયા કોલેજના પી.ટી ના પ્રોફેસર અને વિદ્યાર્થી વિરૂદ્ધ ફરિયાદ નોંધાય હતી. પ્રોફેસર એજાજ કાજી અને સાબીર મલેક નામના વિદ્યાર્થી સામે ગુનો દાખલ દાખલ કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા

મહત્વનું કહી શકાય કે, કણાકિયા કોલેજથી રાજકોટ કબડી સ્પર્ધામાં જતા સમયે તુફાન ગાડીમાં શારીરિક અડપલા આચરવામાં આવ્યા હતા. ત્યારે વિદ્યાર્થી સાબિર મલેકે આગાઉ આઠ મહિના પહેલા વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સાવરકુંડલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

 જેમાં ભોગ બનનાર વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા આચરનાર સાબિર મલેકના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારે હવે સાવરકુંડલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદના ઇસનપુરમાં સગીરા સાથે છેડતી

અમદાવાદના ઇસનપુરમાં સગીરા સાથે છેડતીનો મામલો સામે આવ્યો છે. જેમાં 12 વર્ષની સગીરા સાથે આધેડે અડપલાં કર્યા હોવાનું સામે આવ્યું છે. આ સગીરાને પૈસા આપવાની લાલચ આપી કારમાં બેસાડવામાં આવી હતી. જે બાદ ફરવા લઈ જવાની લાલચ આપી અડપલાં કર્યા હતા. ત્યારે સગીરાએ આરોપીની પત્નીને જાણ કરવાનું કહેતા ધમકી આપી હતી. જે બાદ પોલીસે આરોપીને પકડી જેલ હવાલે કર્યો છે.