સાયલા-દસાડામાં ત્રણ દરોડા : રૂ. 2.37 લાખનો વિદેશી શરાબ જપ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર એલસીબી ટીમને દસાડા તાલુકાના ચીકાસરનો યુનુશશા પુંજાશા દીવાન ગામની કેનાલ પાસે બાવળમાં દારૂ સંતાડીને રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી યુનુશશા હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે બાવળમાંથી દારૂની નાની મોટી 823 બોટલ કિંમત રૂપીયા 1,76,652નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી યુનશશા દીવાન સામે દસાડા પોલીસ મથકે પ્રોહીબીશન મુજબ ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ એચસી અજયસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. જયારે સાયલાના ખાટકીવાસમાં રહેતો સોહીલ રમજાનભાઈ મમાણી તેના ઘર પાસે આવેલ ખંચાળીમાં પતરા પાછળ દારૂ સંતાડી વેચાણ કરતો હોવાની બાતમી મળતા પોલીસે તા. 24ના રોજ મોડી સાંજે રેડ કરી હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે પતરા પાછળથી દારૂની નાની મોટી 133 બોટલો કિંમત રૂપીયા 60,950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સોહીલ મમાણી સામે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ બી.એન.ચાવડા ચલાવી રહ્યા છે. બીજી તરફ સાયલા તાલુકાના ધજાળાનો શિવરાજ ઉર્ફે માવુ ટપુભાઈ ખવડ તેની વાડીમાંથી વિદેશી દારૂના 1 ચપલા કિંમત રૂપીયા 100 સાથે સોમવારે સાંજે
ઝડપાયો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

