સાયન્સ સીટી નજીક હોટલના પાર્કિગમાં દારૂ ભરેલી કાર સાથે બુટલેગર ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,બુધવાર
શહેરના સાયન્સ સીટી રોડ પર આવેલા પરિશ્રમ એલીગન્ટ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં સ્ટેટ મોનીટરીંગના સેલના સ્ટાફે દરોડો પાડીને અમરેલીના એક બુટલેગરની કારમાંથી રૂપિયા પાંચ લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઝડપાયેલો બુટલેગર અમરેલીમાં રહેતા અન્ય એક બુટલેગર માટે સાંચોરથી દારૂનો જથ્થો લાવ્યો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફને બાતમી મળી હતી કે અમરેલીના માધવ કોમ્પ્લેક્સમાં રહેતો હાર્દિક માધવાણી નામનો બુટલેગર રાજસ્થાનના સાંચોરથી કારમાં દારૂનો જથ્થો લાવીને તે સાયન્સ સીટી રોડ પર આવેલા પરિશ્રમ એલીગન્સમાં આવેલી સીટીઝન હોટલમાં રાત રોકાયો છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને તપાસ કરતા બેઝમેન્ટના પાર્કિગમાં એક કારમાંથી પાંચ લાખની કિંમતનો ૧૯૦૦ બોટલ દારૂ મળી આવ્યો હતો. જેના આધારે હોટલના રૂમમાંથી હાર્દિક માધવાણીને ઝડપીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે અમરેલીના બહારપરામાં રહેતા અનિલ ચાવડા નામના બુટલેગર માટે સાંચોરથી હરસન નામના બુટલેગર પાસેથી દારૂ લાવીને અમરેલી જતો હતો.
What's Your Reaction?






