શામળાજી પાસે પોલીસ પર હુમલો કરી ભાગવા જતાં ગેંગસ્ટર સુખલાલ ડાંગી પર ફાયરિંગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Police Encounter Near Shamlaji: ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ(GujCTOC)ના ગુનામાં વોન્ટેડ અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સાથે સંકળાયેલા રીઢા ગુનેગાર સુખલાલ ઉર્ફે શાકાજી ડાંગીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવા માટે ફિલ્મી સ્ટાઈલે હુમલો કર્યો હતો. અરવલ્લી જિલ્લાના શામળાજી ચેકપોસ્ટ પાસે આરોપીએ પોલીસ ડ્રાઈવરનું ગળું ટૂંપતા સર્જાયેલી અફરાતફરીમાં પોલીસ ઇન્સ્પેક્ટરે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં આરોપીના કાંડાના ભાગે ગોળી વાગતા તેને સારવાર અર્થે હિંમતનગર ખસેડાયો છે.
ઉદયપુરથી ધરપકડ કરી લાવતી વખતે હુમલો
સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ની ટીમે ગાંધીનગરના ગુજસીટોક અને દારૂબંધીના કેસમાં વોન્ટેડ સુખલાલ ઉર્ફે શાકાજી ડાંગીને ગત 12 માર્ચના રોજ રાજસ્થાનના ઉદયપુરના પ્રતાપનગર વિસ્તારમાંથી દબોચી લીધો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

