વિશ્વના સૌથી ઓછી ઉંચાઈ ધરાવતા તબીબ, અનેક મુશ્કેલીઓનો સામનો કરી બન્યા ડોક્ટર

ધો.12 વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષામાં 87% મેળવ્યા ભાવનગર મેડિકલ કોલેજમાં દિવ્યાંગ કોટામાં એમબીબીએસમાં પ્રવેશ મળ્યો નિલકંઠ વિદ્યાલયે વિનામૂલ્યે શિક્ષણ આપવાનો સંકલ્પ કર્યો આપણા ગુજરાતમાં વિશ્વના સૌથી ઓછી ઉંચાઈ ધરાવતા ડૉક્ટર રહે છે. જેમાં 23 વર્ષીય ગણેશ બારૈયાએ વિશ્વના સૌથી ઓછી ઉંચાઈ ધરાવતા ડૉક્ટર તરીકેનું ગૌરવ હાંસલ કર્યું છે. તેઓ ભાવનગરની સરકારી મેડિકલ કૉલેજમાંથી એમબીબીએસ કર્યા બાદ હવે ઈન્ટર્નશિપ કરી રહ્યાં છે. માત્ર ત્રણ ફૂટ ઊંચા અને 18 કિલો વજન ધરાવતા ડૉ. ગણેશની ઇન્ટર્નશિપ હજુ થોડા દિવસ પહેલાં જ શરૂ થઈ છે. ધો.12 વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષામાં 87% મેળવ્યા ગણેશ બારૈયાએ જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી હતી. જેમાં ઓછી હાઇટ હોવાના કારણે મેડિકલની પરીક્ષા પાસ કરી હોવા છતાં તેમને કોલેજમાં પ્રવેશ આપવાથી ઈનકાર કરાયો હતો. જો કે ગણેશ આ મામલાને હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયા હતા, જ્યાં ચુકાદો તેમની તરફેણમાં આવ્યો હતો. અને એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરીને વિશ્વના સૌથી નાના કદના ડોક્ટર બની ગયા છે. નિલકંઠ વિદ્યાલયે વિનામૂલ્યે શિક્ષણ આપવાનો સંકલ્પ કર્યો તળાજાના ગોરખી ગામે રહેતા અને ખેતી મજૂરી કરતા વિઠ્ઠલભાઈ બારૈયાના પુત્ર ગણેશ બારૈયાને કુદરતે શારીરિક ખોડ આપી હતી. ઉંમર સાથે તેની ઉંચાઈ અને વજનનો વિકાસ થયો ન હતો. તેમ છતાં મક્કમ મનના માનવીની જેમ ગણેશ બારૈયાએ પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં પૂર્ણ કર્યા બાદ આગળના અભ્યાસ માટે તળાજાની નીલકંઠ વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો. ગણેશ બારૈયા ધો.9માં હતો. ત્યારે જ તેના સ્વપ્ના આભને આંબવાના હતા. તેણે તબીબ બનવાની નેમ સાથે આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો. જેમાં નિલકંઠ વિદ્યાલયના સંચાલકોએ પણ પૂર્ણ સહકાર આપી તેજસ્વી વિદ્યાર્થી ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયાને વિનામૂલ્યે શિક્ષણ આપવાનો સંકલ્પ કર્યો હતો. જુસ્સા અને ધગશને કારણે માત્ર ત્રણ ફૂટની હાઈટ ધરાવતા ગણેશ બારૈયાએ ધો.12 વિજ્ઞાાન પ્રવાહની પરિક્ષામાં 87% મેળવી એમબીબીએસના દિવ્યાંગ ક્વૉટામાં પ્રવેશ મેળવવા પ્રયત્ન કર્યો હતો. ભાવનગર મેડિકલ કોલેજમાં દિવ્યાંગ કોટામાં એમબીબીએસમાં પ્રવેશ મળ્યો પરિવાર અને અન્ય લોકોના સાથ સહકારથી ગણેશ બારૈયાએ એમબીબીએસમાં પ્રવેશ મેળવવા સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત ચલાવી હતી અને છેવટે કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ ત્રણ ફૂટ અને 18 કિલો વજનના ગણેશને આખરે ભાવનગર મેડિકલ કોલેજમાં દિવ્યાંગ કોટામાં એમબીબીએસમાં પ્રવેશ મળ્યો હતો. 

વિશ્વના સૌથી ઓછી ઉંચાઈ ધરાવતા તબીબ, અનેક મુશ્કેલીઓનો સામનો કરી બન્યા ડોક્ટર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ધો.12 વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષામાં 87% મેળવ્યા
  • ભાવનગર મેડિકલ કોલેજમાં દિવ્યાંગ કોટામાં એમબીબીએસમાં પ્રવેશ મળ્યો
  • નિલકંઠ વિદ્યાલયે વિનામૂલ્યે શિક્ષણ આપવાનો સંકલ્પ કર્યો

આપણા ગુજરાતમાં વિશ્વના સૌથી ઓછી ઉંચાઈ ધરાવતા ડૉક્ટર રહે છે. જેમાં 23 વર્ષીય ગણેશ બારૈયાએ વિશ્વના સૌથી ઓછી ઉંચાઈ ધરાવતા ડૉક્ટર તરીકેનું ગૌરવ હાંસલ કર્યું છે. તેઓ ભાવનગરની સરકારી મેડિકલ કૉલેજમાંથી એમબીબીએસ કર્યા બાદ હવે ઈન્ટર્નશિપ કરી રહ્યાં છે. માત્ર ત્રણ ફૂટ ઊંચા અને 18 કિલો વજન ધરાવતા ડૉ. ગણેશની ઇન્ટર્નશિપ હજુ થોડા દિવસ પહેલાં જ શરૂ થઈ છે.

ધો.12 વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષામાં 87% મેળવ્યા

ગણેશ બારૈયાએ જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી હતી. જેમાં ઓછી હાઇટ હોવાના કારણે મેડિકલની પરીક્ષા પાસ કરી હોવા છતાં તેમને કોલેજમાં પ્રવેશ આપવાથી ઈનકાર કરાયો હતો. જો કે ગણેશ આ મામલાને હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયા હતા, જ્યાં ચુકાદો તેમની તરફેણમાં આવ્યો હતો. અને એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરીને વિશ્વના સૌથી નાના કદના ડોક્ટર બની ગયા છે.

નિલકંઠ વિદ્યાલયે વિનામૂલ્યે શિક્ષણ આપવાનો સંકલ્પ કર્યો

તળાજાના ગોરખી ગામે રહેતા અને ખેતી મજૂરી કરતા વિઠ્ઠલભાઈ બારૈયાના પુત્ર ગણેશ બારૈયાને કુદરતે શારીરિક ખોડ આપી હતી. ઉંમર સાથે તેની ઉંચાઈ અને વજનનો વિકાસ થયો ન હતો. તેમ છતાં મક્કમ મનના માનવીની જેમ ગણેશ બારૈયાએ પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં પૂર્ણ કર્યા બાદ આગળના અભ્યાસ માટે તળાજાની નીલકંઠ વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો. ગણેશ બારૈયા ધો.9માં હતો. ત્યારે જ તેના સ્વપ્ના આભને આંબવાના હતા. તેણે તબીબ બનવાની નેમ સાથે આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો. જેમાં નિલકંઠ વિદ્યાલયના સંચાલકોએ પણ પૂર્ણ સહકાર આપી તેજસ્વી વિદ્યાર્થી ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયાને વિનામૂલ્યે શિક્ષણ આપવાનો સંકલ્પ કર્યો હતો. જુસ્સા અને ધગશને કારણે માત્ર ત્રણ ફૂટની હાઈટ ધરાવતા ગણેશ બારૈયાએ ધો.12 વિજ્ઞાાન પ્રવાહની પરિક્ષામાં 87% મેળવી એમબીબીએસના દિવ્યાંગ ક્વૉટામાં પ્રવેશ મેળવવા પ્રયત્ન કર્યો હતો.

ભાવનગર મેડિકલ કોલેજમાં દિવ્યાંગ કોટામાં એમબીબીએસમાં પ્રવેશ મળ્યો

પરિવાર અને અન્ય લોકોના સાથ સહકારથી ગણેશ બારૈયાએ એમબીબીએસમાં પ્રવેશ મેળવવા સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત ચલાવી હતી અને છેવટે કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ ત્રણ ફૂટ અને 18 કિલો વજનના ગણેશને આખરે ભાવનગર મેડિકલ કોલેજમાં દિવ્યાંગ કોટામાં એમબીબીએસમાં પ્રવેશ મળ્યો હતો.