વિપુલ ચૌધરીએ પાટીદાર શૈક્ષણિક સંસ્થાઓ પર આક્ષેપ બાદ દિલગીરી વ્યક્ત કરી

મારી ભૂલ બદલ દિલગીરી વ્યક્ત કરું છુંઃ વિપુલ ચૌધરીખાનગીકરણ એ ચિંતાનો વિષય છેઃ વિપુલ ચૌધરીઆ વિશે જે સમાજનું નામ લીધું તે મારી ભૂલ હતીઃ વિપુલ ચૌધરીતાજેતારમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી દ્વારા પાટીદાર સમાજ અંગે ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, કડવા અને લેઉઆ પાટીદાર સમાજ વેપારી થઈ ગયો છે. આ અંગે હવે આખરે વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે નિવેદન બદલ માફી માંગી છે. પોતાના નિવેદન પર માફી માંગતા વિપુલ ચૌધરીએ કહ્યું કે, મારી ભૂલ હતી, શરત ચૂક હતી, દિલગીરી વ્યક્ત કરું છું. ખાનગી કરણ એ ચિંતાનો વિષય છે. મે મારી ચિંતામાં શિક્ષણ ક્ષેત્રમાં જે સમાજનું નામ લીધું એ મારી ભૂલ હતી, શરત ચૂક હતી. દિલગીરી વ્યક્ત કરું છું. આ સાથે જ પાટીદાર સમાજ ઉપરાંત શિક્ષણ અંગે વાત કરતાં વિપુલ ચૌધરીએ કહ્યું કે, ખાનગીકરણ એ ચિંતાનો વિષય છે. જેના પર સૌ કોઈએ વિચાર કરવાની જરૂર છે. આ વિશે જે સમાજનું નામ લીધું તે મારી ભૂલ હતી અને તેના માટે દિલગીરી વ્યક્ત કરું છું અને તે મારી ભૂલ હતી. શું આપ્યું હતું નિવેદન ? થોડા દિવસ પહેલા મહેસાણા ખાતે વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેનાની બેઠક મળી હતી. આ બેઠકમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે ટિપ્પણી કરી હતી કે, કડવા અને લેઉઆ પાટીદાર સમાજ વેપારી થઈ ગયો હોવાનુ જણાવી પશુપાલન કરતા કોઈપણ પાટીદાર વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યા નથી. તેમણે કહ્યું હતું કે, પાટીદાર સંસ્થાઓમાં રૂપિયાનું મહત્વ છે અને સેવાનું મહત્વ ઘટી રહ્યું છે.

વિપુલ ચૌધરીએ પાટીદાર શૈક્ષણિક સંસ્થાઓ પર આક્ષેપ બાદ દિલગીરી વ્યક્ત કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મારી ભૂલ બદલ દિલગીરી વ્યક્ત કરું છુંઃ વિપુલ ચૌધરી
  • ખાનગીકરણ એ ચિંતાનો વિષય છેઃ વિપુલ ચૌધરી
  • આ વિશે જે સમાજનું નામ લીધું તે મારી ભૂલ હતીઃ વિપુલ ચૌધરી
તાજેતારમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી દ્વારા પાટીદાર સમાજ અંગે ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, કડવા અને લેઉઆ પાટીદાર સમાજ વેપારી થઈ ગયો છે. આ અંગે હવે આખરે વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે નિવેદન બદલ માફી માંગી છે.

પોતાના નિવેદન પર માફી માંગતા વિપુલ ચૌધરીએ કહ્યું કે, મારી ભૂલ હતી, શરત ચૂક હતી, દિલગીરી વ્યક્ત કરું છું. ખાનગી કરણ એ ચિંતાનો વિષય છે. મે મારી ચિંતામાં શિક્ષણ ક્ષેત્રમાં જે સમાજનું નામ લીધું એ મારી ભૂલ હતી, શરત ચૂક હતી. દિલગીરી વ્યક્ત કરું છું.

આ સાથે જ પાટીદાર સમાજ ઉપરાંત શિક્ષણ અંગે વાત કરતાં વિપુલ ચૌધરીએ કહ્યું કે, ખાનગીકરણ એ ચિંતાનો વિષય છે. જેના પર સૌ કોઈએ વિચાર કરવાની જરૂર છે. આ વિશે જે સમાજનું નામ લીધું તે મારી ભૂલ હતી અને તેના માટે દિલગીરી વ્યક્ત કરું છું અને તે મારી ભૂલ હતી.

શું આપ્યું હતું નિવેદન ?
થોડા દિવસ પહેલા મહેસાણા ખાતે વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેનાની બેઠક મળી હતી. આ બેઠકમાં વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ અંગે ટિપ્પણી કરી હતી કે, કડવા અને લેઉઆ પાટીદાર સમાજ વેપારી થઈ ગયો હોવાનુ જણાવી પશુપાલન કરતા કોઈપણ પાટીદાર વ્યક્તિ પાટીદાર સંસ્થામાં રહ્યા નથી. તેમણે કહ્યું હતું કે, પાટીદાર સંસ્થાઓમાં રૂપિયાનું મહત્વ છે અને સેવાનું મહત્વ ઘટી રહ્યું છે.