વડોદરામાં સ્કૂલ-કોર્ટ બાદ હવે રેલવે તંત્ર દોડતું થયુંઃ અનગઢના રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક મળતાં દોડધામ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ વડોદરામાં આજે સવારે અનગઢ નજીકના રેલવે ટ્રેક પરથી વિસ્ફોટક પદાર્થ મળી આવતાં દોડધામ મચી ગઇ હતી.તપાસને અંતે વિસ્ફોટક જેવો પદાર્થ લગ્નમાં વપરાતા ફટાકડા હોવાનું ખૂલતાં તંત્રએ હાશ અનુભવી હતી.સ્કૂલો અને કોર્ટમાં ધમકીના મેઇલ મોકલી તંત્રને દોડતું કર્યા બાદ રેલવે પોલીસને દોડતી કરનારને પોલીસ શોધી રહી છે.
અનગઢ નવાપુરા રેલવેના ગુડ્સ ટ્રેક પર આજે સવારે આઠેક વાગે મુસ્તાકભાઇ નામના કર્મચારી પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે ટ્રેક પાસે છ જેટલા બાંધેલા ફટાકડા ટ્રેક પાસે જોવા મળતાં તેમણે તરત જ આરપીએફના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.થોડી જ વારમાં રેલવે પોલીસ આવી ગઇ હતી અને વડોદરા શહેર પોલીસને પણ જાણ કરી હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

