વડોદરાના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી

Apr 10, 2026 - 18:30
વડોદરાના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Congress : વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નંબર 15માંથી કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષી, રાજેન્દ્ર બારોટ, નીલમ શ્રીવાસ્તવ અને પારુલ પટેલે આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. મોટી સંખ્યામાં સમર્થકો સાથે તેઓ ચૂંટણી કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર દાખલ કરવા માટે આવતીકાલે અંતિમ દિવસ છે. વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયેલા આશિષ જોષી, નીલમ શ્રીવાસ્તવ, પારુલ પટેલ અને રાજેન્દ્ર બારોટ એ આજે પોતાના કાર્યાલય ખાતેથી રેલી સ્વરૂપે ચૂંટણી કાર્યાલય ખાતે પહોંચી અહીં પોતાની દાવેદારી નોંધાવી હતી. ઉમેદવારી પત્ર ભરતી વખતે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી ઉપરાંત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0