વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે ટ્રાફિકજામ, નાગરિકો પરેશાન

Feb 12, 2026 - 16:30
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે ટ્રાફિકજામ, નાગરિકો પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara : વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં યસ કોમ્પ્લેક્સથી હરીનગર બ્રિજ જંકશન સુધી નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી શરૂ થતાં માર્ગ તબક્કાવાર તમામ પ્રકારના વાહનો માટે બંધ રાખવામાં આવશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક તરફના માર્ગ પર કામ હાથ ધરાશે અને કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. કાર્યસ્થળે ઊંડા ખાડા હોવાને કારણે નાગરિકોએ સાવચેતી રાખવી તેમજ અવરજવર ટાળવી તેવો અનુરોધ કરાયો છે.

કારેલીબાગમાં એલ એન્ડ ટી સર્કલથી મુક્તાનંદ સર્કલ સુધી પણ નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલુ છે. અગાઉ એક તરફના માર્ગ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મૂકાયો હતો, છતાં કેટલાક લોકો કામગીરી સ્થળે વાહનો પાર્ક કરી રહ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0