વડોદરા પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા કાલે અંતિમ દિવસ : ઉમેદવારો ઉમટી પડશે

Apr 10, 2026 - 18:30
વડોદરા પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા કાલે અંતિમ દિવસ : ઉમેદવારો ઉમટી પડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Corporation : વડોદરા પાલિકાની આવનારી ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયામાં હવે અંતિમ તબક્કો આવી પહોંચ્યો છે. આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાને કારણે રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. ખાસ કરીને ભાજપ દ્વારા હજુ સુધી શહેરના એકપણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી, જેના કારણે અંતિમ ઘડીએ નામ જાહેર થતાં ઉમેદવારોમાં દોડધામ થશે. પક્ષ તરફથી ઉમેદવારી જાહેર થતા જ ઉમેદવારોને જરૂરી દસ્તાવેજો તૈયાર કરવા માટે ખૂબ ઓછો સમય મળશે. તેમાં પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ, એફિડેવિટ, ચૂંટણી ખર્ચ સંબંધિત વિગતો, રહેઠાણનો પુરાવો સહિતના વિવિધ દસ્તાવેજો તૈયાર કરવાની ફરજ પડે છે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઉમેદવારો અને તેમના સમર્થકોને તંત્રના કચેરીઓમાં દોડધામ કરવી પડે તેવી સ્થિતિ સર્જાય તેવી સંભાવના છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0