રીક્ષા પરના 'પોલીસ સ્ટીકર' ગેંગ માટે કાળ બન્યા, દાગીના ચોરતી કુખ્યાત ટોળકીના ૩ સાગરિતો જેલભેગા

Apr 7, 2026 - 03:30
રીક્ષા પરના 'પોલીસ સ્ટીકર' ગેંગ માટે કાળ બન્યા, દાગીના ચોરતી કુખ્યાત ટોળકીના ૩ સાગરિતો જેલભેગા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, રવિવાર

અમદાવાદ શહેર પોલીસે રિક્ષા ચાલકો પર નજર રાખવા અને પેસેન્જરોની સુરક્ષા માટે શરૂ કરેલી 'નંબર આધારિત સ્ટીકર' યોજના ગુનેગારોને પકડવા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તાજેતરમાં વાડજ પોલીસે સીસીટીવી અને આ ખાસ સ્ટીકર નંબરની મદદથી પેસેન્જરની નજર ચુકવી સોનાના દાગીનાની ચોરી કરતી રીક્ષા ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડી મોટા ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

નજર ચુકવીને દાગીના સેરવી લેતી મોડસ ઓપરેન્ડી

વાડજ પોલીસ સ્ટેશનની હદમાં થોડા સમય પહેલા એક મહિલા પેસેન્જર સાથે ચોરીની ઘટના બની હતી. રીક્ષામાં મુસાફરી કરી રહેલી મહિલાની નજર ચુકવીને રીક્ષા ગેંગના સાગરિતોએ સોનાના દાગીનાની ચોરી કરી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0