બોમ્બની ધમકીને પગલે અમદાવાદ એરપોર્ટ પર હૈદરાબાદની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, શંકાસ્પદની અટકાયત

Dec 4, 2025 - 16:00
બોમ્બની ધમકીને પગલે અમદાવાદ એરપોર્ટ પર હૈદરાબાદની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, શંકાસ્પદની અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી એક ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં હાજર એક મુસાફરે ક્રૂ મેમ્બરને એવું કહ્યું હતું 'કે મારી પાસે બોમ્બ છે અને થોડીક વારમાં બ્લાસ્ટ થઈ જશે'. ત્યારબાદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તાત્કાલિક ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા જ એરપોર્ટ ઓથોરિટી અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.

મળતી પ્રાથમિક માહિતી મુજબ, મદીનાથી હૈદરાબાદ તરફ જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. આ ગંભીર ધમકીને પગલે પાયલોટે તાત્કાલિક નજીકના એરપોર્ટ પર સંપર્ક કર્યો હતો અને ફ્લાઈટને ડાયવર્ટ કરીને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0