બાળકીનાં શરીરે વિંટળાયેલા સાપને દૂર કરવા મથતી માતાને પણ દંશ માર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભેટકડી ગામના વાડી વિસ્તારમાં વિચિત્ર ઘટના : માતા-પુત્રીને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરાયા
પોરબંદર, : અતિશય ગરમી, વરસાદી મોસમ અને સરિસૃપોનો સંવનનકાળ શરૂ થતાં જ સરિસૃપો ભૂગર્ભમાંથી બહાર આવવા લાગ્યા છે. એમાંયે બરડા પંથકમાં સરિસૃપોનું પ્રમાણ વધારે છે. પોરબંદર નજીક ભેટકડી ગામે વાડી વિસ્તારમાં એક બાળકીને સાપે દંશ મારી શરીરે વીંટળાઈ જતાં બાળકીને સાપના ભરડામાંથી મુકત કરાવવા જતાં માતાને પણ દંશ મારી દેતાં માતા-પુત્રીને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડયા છે.
બરડા પંથકના અનેક ગામડામાં મોટી માત્રામાં ખેતમજૂરો મજૂરીકામ માટે આવ્યા છે.
What's Your Reaction?






