નડિયાદની પાસપોર્ટ ઓફિસમાં ડોગ સ્કોવર્ડ સહિતની મદદથી તપાસ

Feb 28, 2026 - 08:30
નડિયાદની પાસપોર્ટ ઓફિસમાં ડોગ સ્કોવર્ડ સહિતની મદદથી તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- સુરતમાં ધમકી મળતા તંત્ર એલર્ટ મોડમાં 

- કચેરીના તમામ રૂમો, ગેલેરી, ટેરેસ સહિતના સ્થળોએ તપાસ કરાઇ પણ કંઇ શંકાસ્પદ ન મળ્યું  

નડિયાદ : સુરતની મુખ્ય પાસપોર્ટ કચેરીને નિશાન બનાવીને અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા ધમકીભર્યા મેલને પગલે ગુજરાત પોલીસ હાઈએલર્ટ પર છે, જેના ભાગરૂપે નડિયાદ પાસપોર્ટ ઓફિસમાં પણ બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડ દ્વારા કલાકો સુધી તપાસનો ધમધમાટ થયો હતો. 

રાજ્યની સુરત સ્થિત પાસપોર્ટ હેડ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળતા જ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. નડિયાદમાં આવેલી પાસપોર્ટ કચેરી ખાતે પણ ખેડા જિલ્લા પોલીસ તંત્ર દોડતું થયું હતું અને તમામ વિભાગોમાં કડક પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0