દોઢ અબજના ફ્રોડના કેસની તપાસ અન્ય એજન્સીને સોંપાઇ તેવી શક્યતા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,રવિવાર
અમદાવાદમાં આવેલી મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંકમાંથી લોન અપાવવાનું કહીને તેમના નામે મ્યૂલ એકાઉન્ટ ખોલીને તેમાં છેતરપિંડીના દોઢ અબજ જેટલા નાણાંની હેરફેર કરવામાં આવી હોવાની ફરિયાદ રામોલ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. જો કે આ કેસની તપાસમાં પોલીસે બેેંકના અધિકારીઓની બેદરકારી અનુસંધાનમાં કોઇ સંતોષકારક કાર્યવાહી ન કરતા આ કેસની તપાસ અન્ય એજન્સીને સોંપાઇ શકે છે. તેમજ આ ઉપરાંત, તપાસ અધિકારી પાસે પણ ખુલાસો પુછવામાં આવશે.
રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી કે વસ્ત્રાલમાં આવેલી સીતારામ સીટીમાં રહેતા અલ્કાબેન પટેલ સાથે થયેલા સાયબર ક્રાઇમમાં તેમના નાણાં ગુજરાત મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંકમાં ખોલાવેલી ખાતામાંથી ટ્રાન્સફર થયા હોવાનું સામે આવ્યું હતું. આ બેંક એકાઉન્ટ કિરણ ટ્ેડર્સના નામે હતુ અને તેના પ્રોપાઇટર તરીકે મુકેશભાઇના નામે હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

