તાપી-નર્મદામાં રેડ એલર્ટ, 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, બે કલાકમાં 5 તાલુકામાં ધડબડાટી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Rain and Weather News : ગુજરાતમાં આ વખતે ચોમાસુ મોડુ પડ્યુ છે ત્યારે પ્રિ મોનસૂન એક્ટિવિટી વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, 23 જૂનના રોજ એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 19 તાલુકાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં નોંધાયા છે. માહિતી અનુસાર, ડાંગ જિલ્લો અને સૌરાષ્ટ્રનું ગોંડલ વરસાદનું મુખ્ય કેન્દ્ર રહ્યા છે, જ્યાં 2 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. આ સાથે હવામાન વિભાગે નાઉકાસ્ટ હેઠળ આગામી ત્રણ કલાક માટે નવી લેટેસ્ટ આગાહી જાહેર કરી છે જે અનુસાર તાપી અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ડાંગ, છોટા ઉદેપુર, ભરુચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતમાં પ્રિ મોનસૂન વરસાદ વરસી રહ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

