ટેન્સાઇલ કંપનીના કેસમાં ફરાર આરોપીઓેને પકડવા ઠેર - ઠેર દરોડા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,માંજલપુરની ટેન્સાઇલ સ્ટીલ કંપનીની અંદાજે ૩૦૦ કરોડની જમીનના વિવાદમાં હજી બે આરોપીઓ ફરાર છે. બંને આરોપીઓને શોધવા પોલીસની ટીમ દોડધામ કરી રહી છે.પરંતુ, તેઓ હજી હાથમાં આવ્યા નથી.
માંજલપુર વિસ્તારમાં આવેલી અને વર્ષોથી બંધ પડેલી ટેન્સાઇલ સ્ટીલ કંપનીમાં ૮૭ ટકા શેરનો હિસ્સો ધરાવતા સંજય પટેલે બોગસ લીઝ ડીડને આધારે ૧૦ કરોડ લઇ જમીન ભાડે આપી દેવાના કારસા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ડીડ બનાવવા બદલ ટેન્સાઇલ કંપનીના પૂર્વ ડાયરેક્ટર અમિત મુકેશભાઇ શાહ,જમીન લીઝ પર લેનાર અમદાવાદના શ્રીમ કન્સ્ટ્રક્શનના ભાવેશ અમીન,ટેન્સાઇલના ડાયરેક્ટર કિશોર સુરતવાલા અને જમીનનો કબજો લેવા માણસો સાથે ધાક ધમકી આપનાર જૈમિન ગાંધી સહિત આઠ જણા સામે ગુનો નોંધ્યો હતો. આ કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ લીધા હતા. એક દિવસનો રિમાન્ડ પૂરો થતા તમામને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

