જામનગરમાં આજે પડછાયો થયો ગાયબ! અદ્ભુત ખગોળીય ઘટનાની જમીન પર જોવા મળી અસર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jamnagar Zero Shadow Day : આકાશમાં સર્જાતી અદ્ભુત ખગોળીય ઘટનાઓમાં રસ ધરાવતા લોકો માટે જૂન મહિનો ખૂબ જ રોમાંચક સાબિત થઈ રહ્યો છે. સૂર્યની બદલાતી ગતિના કારણે હાલમાં સમગ્ર ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં 'Zero Shadow Day' (શૂન્ય પડછાયા દિવસ) નો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. આ ક્રમમાં ગુરુવારે, 4 જૂનના રોજ જામનગરના નભોમંડળમાં બપોરે બરાબર 12:48 મિનિટે સૂર્ય બરાબર માથા પર આવી જતાં થોડી સેકન્ડો માટે પડછાયો ગાયબ થઈ ગયો હતો.
વૈજ્ઞાનિક ઉપકરણો દ્વારા જામનગરમાં જીવંત પ્રદર્શન
આ દુર્લભ ખગોળીય ઘટનાને સામાન્ય જનતા અને વિજ્ઞાન પ્રેમીઓ પ્રત્યક્ષ નિહાળી શકે તે માટે જામનગરના પ્રદર્શન મેદાન ખાતે એક વિશેષ જાહેર નિદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

