જર્જરિત કુબેર ભવન ઈમારત કચરાપેટી બની : લોકો પાસેથી દંડ વસુલ કરતી કોર્પોરેશન સરકારી વિભાગો પાસેથી દંડ વસૂલ કરવામાં નિષ્ક્રિય
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : વડોદરા શહેરના જર્જરિત ભયજનક થઈ ગયેલા કુબેર ભવન બહુમાળી સરકારી ઈમારતની ખુલ્લી જગ્યા કચરાપેટી બની ગઈ છે. એક બાજુ વ્યાપારીઓ અને લોકો પાસેથી કચરો નાખનારા પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે ત્યારે કુબેર ભવન ઈમારતમાં બેસનારા સરકારી અધિકારીઓ કર્મચારીઓ જ જવાબદાર છે છતાં પણ કોર્પોરેશનનું તંત્ર સરકારી વિભાગો સામે દંડનીય કાર્યવાહી કરતાં ખચકાય છે.
એક તરફ મ્યુનિસિપલ કમિશનર અરૂણ બાબુ અને કાઉન્સિલરો સ્વચ્છતા અભિયાન હેઠળ જાતે સફાઈ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કુબેર ભવન ખાતે સરકારી બાબુઓની મોટી બેદરકારી સામે આવી છે. છેલ્લા 6 મહિનાથી અહીં કચરાનું સામ્રાજ્ય સ્થપાયું છે. કચરામાં મોટાભાગે પાણીની બોટલો અને ચાના કપ છે, જે દર્શાવે છે કે ખુદ પીડબલ્યુડી અને સરકારી અધિકારીઓ જ અહીં ગંદકી ફેલાવી રહ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

