ગુજરાતનું નવું પિકનિક સ્પોટ ‘ધોબીશાલ’: અસહ્ય ગરમીથી રાહત મેળવવા કરજણ નદીના કિનારે સહેલાણીઓની ભીડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Narmada News: ઉનાળાની શરૂઆત થતાં જ આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે અને ગરમીનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો છે, ત્યારે આ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો કુદરતના શરણે જઈ રહ્યા છે. પ્રકૃતિની ગોદમાં વસેલા નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાંથી પસાર થતી કરજણ નદીના કિનારે આવેલો ‘ધોબીશાલ’ વિસ્તાર હાલમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં નદીનું વહેતું પાણી એક સુંદર કુદરતી ઝરણા જેવો અહેસાસ કરાવે છે, જેની ઠંડક અને આહલાદક નજારો ગરમીથી અકળાયેલા લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યો છે.
ગરમીમાં પણ અદભુત ઠંડક
સામાન્ય રીતે ઉનાળાના દિવસોમાં અસહ્ય તાપને કારણે પર્યટકોની સંખ્યા ઘટી જતી હોય છે, પરંતુ રાજપીપળાના ધોબીશાલ, ધાણીખૂટ, વિશલખાડી અને માંડણ જેવા કુદરતી સ્થળો ગરમીમાં પણ અદભુત ઠંડક આપતા હોવાથી અહીં સહેલાણીઓનો મેળો જામી રહ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

