ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા ટેરર મોડ્યૂલની માસ્ટર માઈન્ડ મહિલાની બેંગ્લુરુથી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat ATS : ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. ATSએ મંગળવારે અલકાયદા સાથે સંકળાયેલી 30 વર્ષીય મહિલા સમા પરવીનની બેંગલુરુથી ધરપકડ કરી છે. જે મૂળ ઝારખંડની છે અને હાલમાં બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાં તેના ભાઈ સાથે રહે છે, જે એક ખાનગી કંપનીમાં કામ કરે છે. પરવીન પર ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર જેહાદી ષડયંત્ર રચવાનો અને દેશવિરોધી વીડિયો અપલોડ કરીને યુવાનોને જેહાદી કૃત્ય માટે ઉશ્કેરવાનો આરોપ છે, જે તેણે કબૂલ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ATS દ્વારા સમા પરવીન પાસેથી મહત્વપૂર્ણ પુરાવા અને ડિજિટલ ડેટા પણ કબજે કરવામાં આવ્યો છે.
What's Your Reaction?






