ઉંઢેલમાં ગ્રામ પંચાયતમાં ગેરરીતિ આચરનાર સરપંચને પદભ્રષ્ટ કરાયા

- જિલ્લા વિકાસ અધિકારીનો હુકમ- ગામમાં સફાઈ, વૃક્ષ છેદન, વોટરવર્ક્સ રિપેરિંગના નામે ગેરરીતિ આચરી હતીનડિયાદ : ઉંઢેલા ગામના સરપંચે ગેરરીતિ આચરી ગ્રામ પંચાયતને આર્થિક નુક્શાન પહોંચાડયું હોવાનું તપાસમાં ખુલતા જિલ્લા વિકાસ અધિકારીએ તેમને સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ કર્યો હતો. ઉંઢેલા ગામના વિનુભાઈ જે. મકવાણાએ ગામના સરપંચ ઈન્દ્રવદન પટેલ સામે ગ્રામ પંચાયતમાં નાણાંકીય ગેરરીતિ આચરી પંચાયતને આર્થિક નુક્શાન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરાઈ હતી. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરાવતા ગામમાં સફાઈ કામદાર હોવા છતાં અંગત સબંધ ધરાવતા દ્વારકેશ કાર્ટિંગને સફાઈના નામે વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૩૮,૨૫૦ના બિલો, આ સિવાય રૂ.૪૫,૦૩૩ની ચુકવણી કરવામાં આવી હતી.ઉપરાંત વોટર વર્ક્સ રીપેરિંગના નામે રાજકોટ મશીનરી ખેડાને રૂ. ૮૪,૧૯૯ પણ ગ્રામ પંચાયતની મંજૂરી વગર ચુકવ્યા હતા. તેમજ બાવળની હરાજી કરવામાં ગેરરીતિ કરી હતી અને ૪ વૃક્ષો ગેરકાયદે છેદન કરી નાખવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તમામ બાબતોમાં સરપંચ તરીકે હોદ્દાનો દૂરુપયોગ કરી અને ગ્રામ પંચાયતને આર્થિક નુક્શાન કર્યું હોવાનું સાબિત થયું હતું. આ બાબતે ડીડીઓ દ્વારા અનેકવાર સરપંચને ખુલાસો કરવાની તક આપવામાં આવી હતી અને સરપંચે લેખિત રજૂઆત કરી બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવાએ અંતિમ હુકમ કરી સરપંચ ઈન્દ્રવદન પટેલને કસુર અને સત્તાના દૂરઉપયોગ બદલ સરપંચ પદેથી દૂર કરવાનો આદેશ કર્યો છે.

ઉંઢેલમાં ગ્રામ પંચાયતમાં ગેરરીતિ આચરનાર સરપંચને પદભ્રષ્ટ કરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- જિલ્લા વિકાસ અધિકારીનો હુકમ

- ગામમાં સફાઈ, વૃક્ષ છેદન, વોટરવર્ક્સ રિપેરિંગના નામે ગેરરીતિ આચરી હતી

નડિયાદ : ઉંઢેલા ગામના સરપંચે ગેરરીતિ આચરી ગ્રામ પંચાયતને આર્થિક નુક્શાન પહોંચાડયું હોવાનું તપાસમાં ખુલતા જિલ્લા વિકાસ અધિકારીએ તેમને સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ કર્યો હતો. 

ઉંઢેલા ગામના વિનુભાઈ જે. મકવાણાએ ગામના સરપંચ ઈન્દ્રવદન પટેલ સામે ગ્રામ પંચાયતમાં નાણાંકીય ગેરરીતિ આચરી પંચાયતને આર્થિક નુક્શાન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરાઈ હતી. 

આ અંગે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરાવતા ગામમાં સફાઈ કામદાર હોવા છતાં અંગત સબંધ ધરાવતા દ્વારકેશ કાર્ટિંગને સફાઈના નામે વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૩૮,૨૫૦ના બિલો, આ સિવાય રૂ.૪૫,૦૩૩ની ચુકવણી કરવામાં આવી હતી.

ઉપરાંત વોટર વર્ક્સ રીપેરિંગના નામે રાજકોટ મશીનરી ખેડાને રૂ. ૮૪,૧૯૯ પણ ગ્રામ પંચાયતની મંજૂરી વગર ચુકવ્યા હતા. તેમજ બાવળની હરાજી કરવામાં ગેરરીતિ કરી હતી અને ૪ વૃક્ષો ગેરકાયદે છેદન કરી નાખવામાં આવ્યા હતા. 

તપાસ દરમિયાન તમામ બાબતોમાં સરપંચ તરીકે હોદ્દાનો દૂરુપયોગ કરી અને ગ્રામ પંચાયતને આર્થિક નુક્શાન કર્યું હોવાનું સાબિત થયું હતું. આ બાબતે ડીડીઓ દ્વારા અનેકવાર સરપંચને ખુલાસો કરવાની તક આપવામાં આવી હતી અને સરપંચે લેખિત રજૂઆત કરી બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. 

આ મામલે જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવાએ અંતિમ હુકમ કરી સરપંચ ઈન્દ્રવદન પટેલને કસુર અને સત્તાના દૂરઉપયોગ બદલ સરપંચ પદેથી દૂર કરવાનો આદેશ કર્યો છે.