Zalawad:હળવદના નવા દેવળિયા નજીક 18લાખનો બિયરનો જથ્થો ભરેલા ટ્રકસાથે એક પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હળવદના નવા દેવળીયા નજીક એસએમસીએ ગત મોડી રાત્રે રૂ.18લાખની કિંમતનો બિયરનો જથ્થો ભરેલો ટ્રક પકડી લઈ એક શખ્સની ધરપકડ કરી તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર એસએમસીના પીઆઇ પી.પી.બ્રહ્મભટ્ટની ટીમે હળવદ- માળિયા હાઈવે ઉપર નવા દેવળીયા ગામ પાસે ગત રાત્રીએ બિયર ભરેલો ટ્રક પકડયો છે. જેમાંથી બટેટાની બોરીઓની આડમાં છુપાવેલ 8298 બિયર ટીન કિંમત રૂ. 18.25 લાખનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે ટ્રક મળીને રૂ.28.37 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. બિયરના આ જથ્થા સાથે ટ્રક ડ્રાઈવર મુકેશભાઈ પુનામારામ જંગુ રહે. રાજીવનગર, જાલોરની ધરપકડ કરવામાં આવી છે બિયરનો જથ્થો મોકલનાર ડી.એસ. જસોલ અને તેના બે સાગરીતો, ખોટી નંબર પ્લેટવાળા ટ્રકના માલિક, ફાસ્ટેગ એકાઉન્ટ ધારક અને બિયરનો જથ્થો મંગાવનાર સહિત કુલ સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે બાકીના આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.
What's Your Reaction?






