Vibrant Gujaratના રોકાણનો નવો પડઘો: જૂનના અંતમાં વડોદરામાં યોજાશે મધ્ય ગુજરાતની રિજનલ કોન્ફરન્સ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાને આગળ ધપાવવા માટે જૂન 2026ના અંતિમ સપ્તાહમાં વડોદરા ખાતે 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' (VGRC) યોજાશે. આ કોન્ફરન્સમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને આણંદ સહિત મધ્ય ગુજરાતના 10 જિલ્લાઓ કેન્દ્રસ્થાને રહેશે. આ પ્રદેશ ગુજરાતના કુલ મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનમાં 28 ટકા જેટલો મોટો હિસ્સો ધરાવે છે. ખાસ કરીને ઓટો અને ઓટો કમ્પોનન્ટ્સ ક્ષેત્રમાં આ પ્રદેશનો ફાળો 92 ટકા અને અન્ય પરિવહન સાધનોના ઉત્પાદનમાં 93 ટકા જેટલો અભૂતપૂર્વ રહ્યો છે, જે તેને રાજ્યનું અગ્રણી ઔદ્યોગિક હબ બનાવે છે.
આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને વૈવિધ્યસભર જિલ્લાવાર આર્થિક શક્તિ
મધ્ય ગુજરાતની આર્થિક તાકાત વૈશ્વિક સ્તરે વિસ્તરેલી છે, જેનો પુરાવો નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન થયેલી 20.54 અબજ ડોલરની નિકાસ છે. આ પ્રદેશનો વ્યાપાર વિશ્વના 219થી વધુ દેશોમાં ફેલાયેલો છે, જેમાં યુએસએ (USA) 23.8% હિસ્સા સાથે સૌથી મોટું બજાર છે. નિકાસમાં ફાર્માસ્યુટિકલ્સ અને મશીનરી ક્ષેત્ર મોખરે છે. પ્રદેશનો દરેક જિલ્લો પોતાની આગવી શક્તિ ધરાવે છે; વડોદરામાં કેમિકલ્સ (61%), આણંદમાં એગ્રો અને ડેરી પ્રોસેસિંગ (50%), જ્યારે નર્મદામાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રનો હિસ્સો 92% છે. ગિફ્ટ સિટી (GIFT City)ને કારણે ગાંધીનગરમાં ફિનટેક ક્ષેત્ર પણ અત્યંત ઝડપથી વિકસી રહ્યું છે.
મેગા પ્રોજેક્ટ્સ અને વૈશ્વિક પ્રવાસન ક્ષમતાનો સમન્વય
દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર (DMIC) હેઠળ વિકસી રહેલા ધોલેરા સર (DSIR) અને મંડલ-બેચરાજી (MBSIR) જેવા મેગા પ્રોજેક્ટ્સ આ પ્રદેશના વિકાસને નવી પાંખો આપી રહ્યા છે. ઔદ્યોગિક પ્રગતિની સાથે આ પ્રદેશ સાંસ્કૃતિક અને ઇકો-ટુરિઝમમાં પણ સમૃદ્ધ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, લક્ષ્મી વિલાસ પેલેસ, ચાંપાનેર અને નળસરોવર જેવા સ્થળો વૈશ્વિક પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. અગાઉ ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યોજાયેલી VGRCની આવૃત્તિઓમાં લાખો કરોડના રોકાણો થયા છે. હવે વડોદરાની આ આગામી કોન્ફરન્સ સેમિકન્ડક્ટર્સ, ગ્રીન એનર્જી અને પ્રવાસન જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને 'વિકસિત ગુજરાત'ના સ્વપ્નને સાકાર કરશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

