Vav-Tharad: સુઈગામ અપહરણ કેસમાં સોશિયલ મીડિયા પર રોફ ઝાડતા ગુનેગારોને ભુજ નજીકથી દબોચી લેવાયા

May 4, 2026 - 08:00
Vav-Tharad: સુઈગામ અપહરણ કેસમાં સોશિયલ મીડિયા પર રોફ ઝાડતા ગુનેગારોને ભુજ નજીકથી દબોચી લેવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ પંથકમાં ચકચાર જગાવનારા અપહરણના કેસમાં SOG પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી યુવકને બચાવી લીધો છે. પોલીસની ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ભુજ નજીકથી ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે.

સોશિયલ મીડિયા પર પડકાર આપવો ભારે પડ્યો

આ કેસની ખાસ વાત એ છે કે અપહરણ કર્યા બાદ આરોપીઓએ સોશિયલ મીડિયા પર વીડિયો કે પોસ્ટ દ્વારા પોલીસ તંત્રને પડકાર ફેંક્યો હતો. ગુનેગારોના આ દુસાહસને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ SOG ની ટીમો સક્રિય થઈ હતી. પોલીસને મળેલી સચોટ બાતમીના આધારે ભુજ નજીક વોચ ગોઠવીને રાત્રિના સમયે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા.

વાપી-વલસાડથી યુવકનો છુટકારો

તપાસ દરમિયાન ખુલ્યું હતું કે અપહરણકર્તાઓ યુવકને વાપી-વલસાડ વિસ્તારમાં છુપાવી રાખ્યો હતો. પોલીસે અત્યંત સાવચેતીપૂર્વક ઓપરેશન હાથ ધરી યુવકને અપહરણકર્તાઓના ચુંગાલમાંથી કોઈ પણ જાતની ઈજા વગર મુક્ત કરાવ્યો છે. યુવકનો સુરક્ષિત છુટકારો થતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.સુઈગામ પોલીસને સોંપાયા આરોપીઓ

SOG પોલીસે ઝડપેલા તમામ આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી અને પૂછપરછ માટે સુઈગામ પોલીસ મથકે સોંપ્યા છે. અપહરણ પાછળનો મુખ્ય હેતુ શું હતો? અંગત અદાવત હતી કે ખંડણી? તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. સરહદી વિસ્તારમાં પોલીસની આ ત્વરિત કાર્યવાહીની લોકમુખે પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો: Vadodara News: પાદરાના ઘનશ્યામ ભૂવાની ભવિષ્યવાણીનો વીડિયો વાઈરલ, સુરત બેંક ચોરીમાં 'વડોદરા કનેક્શન'નો દાવો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0