Vav Tharad News: માવસરી નજીક ગુજરાત રાજસ્થાનને જોડતી બોર્ડર પર પોલીસે વાહન ચેકિંગ શરૂ કર્યું

Oct 20, 2025 - 21:30
Vav Tharad News: માવસરી નજીક ગુજરાત રાજસ્થાનને જોડતી બોર્ડર પર પોલીસે વાહન ચેકિંગ શરૂ કર્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવારમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને વાવ થરાદની રાજસ્થાનની બોર્ડર પર પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે. તહેવારોના સમયમાં દારુ અને નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. રાજસ્થાન તરફથી આવતા વાહનોમાં પોલીસે સઘન ચેકિંગ શરૂ કર્યું છે. બોર્ડર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

વાવ થરાદના માવસરી નજીક પોલીસનું ચેકિંગ

ગુજરાતમાં પાડોશી રાજ્યોમાંથી અવારનવાર નશીલા પદાર્થો અને ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીના કિસ્સા અનેક વખત સામે આવતા હોય છે. ત્યારે તહેવારના દિવસોમાં આવા પદાર્થોની હેરાફેરીને અટકાવવા માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. બનાસકાંઠા અને સાબરકાંઠાની બોર્ડર પર સ્થિત ચોકીઓ પાસે વાહન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

રાજસ્થાનથી આવતા તમામ વાહનોનું સઘન ચેકીંગ

બનાસકાંઠાના વિભાજન બાદ નવા બનેલા વાવ થરાદ જિલ્લાના માવસરી નજીક પોલીસે રાજસ્થાનથી ગુજરાતમાં આવતા વાહનોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. થરાદ પાસે માવસરી નજીક ગુજરાત રાજસ્થાનને જોડતી બોર્ડર પર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ શરૂ કરાયું છે. માનસરી પોલીસ બોર્ડર પર 24 કલાકથી વાહનોમાં ચેકિંગ કરી રહી છે. રાજસ્થાનથી નશીલા પદાર્થોની હેરાફેરી થવાના કારણે બોર્ડર પરની ચોકીઓ પર સઘન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0