Vapiમાં બેવડી હત્યા, પૂર્વ પ્રેમીએ યુવતી અને તેના નવા પ્રેમીને ઉતાર્યા મોતને ઘાટ
 
                                Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાપીમાં પ્રેમપ્રકરણને કારણે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવતી અને તેના પ્રેમીની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં યુવતીના પૂર્વ પ્રેમીએ હુમલો કર્યો હતો. જેના પરિણામે બે નિર્દોષ જીવ હોમાયા છે. યુવતીએ તેના પૂર્વ પ્રેમી સાથે સંબંધ તોડીને અન્ય એક યુવક સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો. તાજેતરમાં યુવતીએ તેના નવા પ્રેમી સાથેનો ફોટો મોબાઇલમાં સ્ટેટસ તરીકે મૂક્યો હતો.
પૂર્વ પ્રેમીએ યુવતી અને તેના પ્રેમી સાથે કરી હતી મારામારી
આ વાતની જાણ થતાં પૂર્વ પ્રેમીને માઠું લાગ્યું હતું અને તે ગુસ્સે ભરાયો હતો. આજે પૂર્વ પ્રેમીએ યુવતી અને તેના નવા પ્રેમીને શોધીને તેમની સાથે મારામારી શરૂ કરી. આ મારામારી દરમિયાન તેણે ચાકુ કાઢીને યુવતી અને તેના પ્રેમી પર જીવલેણ હુમલો કર્યો. ચાકુના ઘા વાગતાં પ્રેમીનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું. આ હુમલામાં યુવતી પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
પોલીસે બે હત્યાને લઇ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
પરંતુ મોડી સાંજે સારવાર દરમિયાન તેનું પણ મૃત્યુ થયું હતું. હુમલો કરનાર પૂર્વ પ્રેમી પણ આ ઘટનામાં ઘાયલ થયો છે. આ ઘટના બાદ વાપી પોલીસ તરત જ હરકતમાં આવી અને બે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર પ્રેમ સંબંધોમાં રહેલી હિંસા અને અસુરક્ષાનો ભયાનક ચહેરો સામે લાવી દીધો છે.
                        
What's Your Reaction?
 Like
        0
        Like
        0
     Dislike
        0
        Dislike
        0
     Love
        0
        Love
        0
     Funny
        0
        Funny
        0
     Angry
        0
        Angry
        0
     Sad
        0
        Sad
        0
     Wow
        0
        Wow
        0
     
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                             
                                            
