Valsadમાં કાળજું કંપાવતી ઘટના, કળિયુગી માતાએ પોતાના 3 માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારી આપઘાતનો પ્રયાસ કર્યો

May 27, 2026 - 13:00
Valsadમાં કાળજું કંપાવતી ઘટના, કળિયુગી માતાએ પોતાના 3 માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારી આપઘાતનો પ્રયાસ કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ જિલ્લાના ઉમરગામમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. અહીં એક જનેતા જ પોતાના સંતાનોની કાળ બની હોય તેમ, અકળ કારણોસર પોતાના ત્રણ માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. બાળકોની ઘાતકી હત્યા કર્યા બાદ માતાએ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

માતાને હોસ્પિટલમાં ખસેડાઇ

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ઉમરગામના એક પરિવારમાં ઘરેલુ કંકાસ અથવા અન્ય કોઈ અગમ્ય કારણોસર માતાએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્રણેય માસૂમ બાળકોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે, જ્યારે ગંભીર હાલતમાં માતાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે.

સમગ્ર મામલે સાસુએ કર્યા વહુ પર ગંભીર આક્ષેપ

આ સમગ્ર ઘટના અંગે મૃતક બાળકોની સાસુએ પોતાની વહુ પર અત્યંત ગંભીર અને સળગતા આક્ષેપો કર્યા છે. સાસુએ રડતા અવાજે મીડિયા અને પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, "મારી વહુએ જ મારા ઘરના ત્રણેય દીવડાઓને બુઝાવી દીધા છે. વહુએ જ નિર્દયતાપૂર્વક ત્રણેય માસૂમ બાળકોની હત્યા કરી નાખી છે " પોલીસે તપાસ શરુ કરી

એક જ ઘરમાંથી એકસાથે ત્રણ માસૂમના મોત થતાં આખા ગામમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. માતાએ આખરે કયા કારણોસર પોતાના જ વ્હાલસોયા બાળકોની બલી ચડાવી દીધી? સાસુ અને વહુ વચ્ચે કોઈ મોટો ઝઘડો હતો કે પછી આની પાછળ કોઈ અન્ય રહસ્ય છુપાયેલું છે? તે તમામ દિશામાં પોલીસે ગુનો નોંધીને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો----     Ahmedabad : સિંહાસન મળતા જ મોટો ધડાકો, નવા મેયર હિતેશ બારોટે એવો નિર્ણય લીધો કે આખું ગુજરાત જોતું રહી ગયું

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0