Valsad: અંબાચ ગામના ડેપ્યુટી સરપંચ ભાવેશ પટેલને DDOએ કર્યા સસ્પેન્ડ

ભાવેશ પટેલ દારુ ભરેલી કાર સાથે ઝડપાયા હતાફેબ્રુઆરી મહિનામાં બલવાડાથી ઝડપાયા હતા ટીડીઓએ તલાટી, સરપંચ પાસે માહિતી માંગી હતી વલસાડ જિલ્લાના અંબાચ ગામના ડેપ્યુટી સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગામના ડેપ્યુટી સરપંચ ભાવેશ પટેલને DDOએ સસ્પેન્ડ કર્યા છે. તમને જણાવી દઈએ કે ભાવેશ પટેલ થોડા સમય પહેલા દારૂ ભરેલી કાર સાથે ઝડપ્યા હતા, જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ડેપ્યુટી સરપંચને દારુ ભરેલી કાર સાથે ઝડપ્યા હતા 23 ફેબ્રુઆરીના રોજ નવસારીના બલવાડાથી ચીખલી પોલીસે અંબાચ ગામના ડેપ્યુટી સરપંચ ભાવેશ પટેલને દારુ ભરેલી કાર સાથે ઝડપ્યા હતા અને રૂપિયા 1.47 લાખનો દારૂ ઈનોવા કારમાંથી મળ્યો હતો, પોલીસે કાર અને દારૂ મળી રૂપિયા 11,52,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ડેપ્યુટી સરપંચ વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.ડેપ્યુટી સરપંચ ભાવેશ પટેલને સસ્પેન્ડ કરતા હાલ આસપાસમાં ભારે ખડભડાટ જો કે કેસની તપાસ વલસાડ DDO અને TDOએ કરી હતી અને તેમને તલાટી અને સરપંચ પાસે માહિતી માંગી રિપોર્ટ મેળવી કાયદેસરની કાર્યવાહી કરી હતી અને ડેપ્યુટી સરપંચને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે વલસાડ DDOએ ભાવેશ પટેલને સસ્પેન્ડ કરતા હાલમાં આસપાસમાં ભારે ખડભડાટ મચી જવા પામ્યો છે. 

Valsad: અંબાચ ગામના ડેપ્યુટી સરપંચ ભાવેશ પટેલને DDOએ કર્યા સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાવેશ પટેલ દારુ ભરેલી કાર સાથે ઝડપાયા હતા
  • ફેબ્રુઆરી મહિનામાં બલવાડાથી ઝડપાયા હતા
  • ટીડીઓએ તલાટી, સરપંચ પાસે માહિતી માંગી હતી

વલસાડ જિલ્લાના અંબાચ ગામના ડેપ્યુટી સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગામના ડેપ્યુટી સરપંચ ભાવેશ પટેલને DDOએ સસ્પેન્ડ કર્યા છે. તમને જણાવી દઈએ કે ભાવેશ પટેલ થોડા સમય પહેલા દારૂ ભરેલી કાર સાથે ઝડપ્યા હતા, જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસે ડેપ્યુટી સરપંચને દારુ ભરેલી કાર સાથે ઝડપ્યા હતા

23 ફેબ્રુઆરીના રોજ નવસારીના બલવાડાથી ચીખલી પોલીસે અંબાચ ગામના ડેપ્યુટી સરપંચ ભાવેશ પટેલને દારુ ભરેલી કાર સાથે ઝડપ્યા હતા અને રૂપિયા 1.47 લાખનો દારૂ ઈનોવા કારમાંથી મળ્યો હતો, પોલીસે કાર અને દારૂ મળી રૂપિયા 11,52,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ડેપ્યુટી સરપંચ વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ડેપ્યુટી સરપંચ ભાવેશ પટેલને સસ્પેન્ડ કરતા હાલ આસપાસમાં ભારે ખડભડાટ

જો કે કેસની તપાસ વલસાડ DDO અને TDOએ કરી હતી અને તેમને તલાટી અને સરપંચ પાસે માહિતી માંગી રિપોર્ટ મેળવી કાયદેસરની કાર્યવાહી કરી હતી અને ડેપ્યુટી સરપંચને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે વલસાડ DDOએ ભાવેશ પટેલને સસ્પેન્ડ કરતા હાલમાં આસપાસમાં ભારે ખડભડાટ મચી જવા પામ્યો છે.