Vadodaraમાં જામીન પર મુકત થઈ ફરાર થયેલો આરોપી અલપુ સિંધીને પોલીસે દબોચ્યો
વડોદરામાં કુખ્યાત ગુનેગાર અલપુ સિંધી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે.આરોપી અલપુ સિંધુ 50થી વધુ ગુનાઓમાં સંકળાયેલો છે અને પોલીસના ચોપડે અસંખ્ય ગુનાઓ તેની પર લાગ્યા છે.વચગાળાના જામીન પર મુકત થતા અલપુ સિંધી ફરાર થયો હતો,પરંતુ પોલીસે બાતમીના આધારે તેને દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી ઝડપી પાડયો છે. દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી ઝડપાયો આરોપી આરોપી અલપુ સિંધી પર ફાયરિંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો છે,બીજી તરફ પ્રોહીબિશન, બોગસ ડોક્યુમેન્ટ સહિતના 50 ગુના પણ નોંધાયા છે,વચગાળાના જામીન પરથી તે ફરાર થઈ ગયો હતો તો પોલીસને ખબર પડી કે મધ્યસ્થ જેલથી તે સીધો દિલ્હી-મુંબઈ હાઈવે પર ગયો છે ત્યારે પોલીસે તેની હાઈવે પરથી ધરપકડ કરી છે.અલપુ સિંધી અગાઉ પણ વડોદરા શહેરમાં દારૂની હેરાફેરી કરતો ઝડપાયો છે અને બહારના રાજયમાંથી તે દારૂ લઈને વડોદરામાં ધંધો કરતો હતો.આનંદ કહાર સાથે કરતો હતો દારૂનો ધંધો સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર અલપુ સિંધી ચૂંટણી સમયે પેરોલ પર બહાર આવ્યો હતો અને દારૂનો ધંધો કરતો હતો આનંદ કહાર નામના વ્યકિત સાથે મળીને તે દારૂનો ધંધો કરતો અને નેટવર્ક ચલાવતો હતો,રાજસ્થાનથી દારૂ લાવીને કટીંગ કરવાનું કામ આરોપી અલપુ કરતો હતો તે વખતે પણ પોલીસે આનંદ કહારની ધરપકડ કરી હતી અને તેને જેલ હવાલે કર્યો હતો. અગાઉ પણ અલ્પુ સિંધી પેરોલ જંપ કરી ભાગ્યો હતો અગાઉ જેલમાંથી પેરોલ મેળવી અલ્પુ ભાગ્યો હતો અને ગોત્રી રેપ કાંડ માં જે યુવતી એ આરોપ લગાવ્યો હતો એની સાથે સંપર્કમાં અગાઉથી હતો અને અલ્પુના કહેવાથી જ આખી ખોટી ફરિયાદ ઘડી કાઢવામાં આવી હોવાનું બાદમાં યુવતીએ જણાવ્યું હતું.તે સમયે પેરોલ જંપ કર્યાના દસ મહિના બાદ એ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં કુખ્યાત ગુનેગાર અલપુ સિંધી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે.આરોપી અલપુ સિંધુ 50થી વધુ ગુનાઓમાં સંકળાયેલો છે અને પોલીસના ચોપડે અસંખ્ય ગુનાઓ તેની પર લાગ્યા છે.વચગાળાના જામીન પર મુકત થતા અલપુ સિંધી ફરાર થયો હતો,પરંતુ પોલીસે બાતમીના આધારે તેને દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી ઝડપી પાડયો છે.
દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી ઝડપાયો આરોપી
આરોપી અલપુ સિંધી પર ફાયરિંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો છે,બીજી તરફ પ્રોહીબિશન, બોગસ ડોક્યુમેન્ટ સહિતના 50 ગુના પણ નોંધાયા છે,વચગાળાના જામીન પરથી તે ફરાર થઈ ગયો હતો તો પોલીસને ખબર પડી કે મધ્યસ્થ જેલથી તે સીધો દિલ્હી-મુંબઈ હાઈવે પર ગયો છે ત્યારે પોલીસે તેની હાઈવે પરથી ધરપકડ કરી છે.અલપુ સિંધી અગાઉ પણ વડોદરા શહેરમાં દારૂની હેરાફેરી કરતો ઝડપાયો છે અને બહારના રાજયમાંથી તે દારૂ લઈને વડોદરામાં ધંધો કરતો હતો.
આનંદ કહાર સાથે કરતો હતો દારૂનો ધંધો
સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર અલપુ સિંધી ચૂંટણી સમયે પેરોલ પર બહાર આવ્યો હતો અને દારૂનો ધંધો કરતો હતો આનંદ કહાર નામના વ્યકિત સાથે મળીને તે દારૂનો ધંધો કરતો અને નેટવર્ક ચલાવતો હતો,રાજસ્થાનથી દારૂ લાવીને કટીંગ કરવાનું કામ આરોપી અલપુ કરતો હતો તે વખતે પણ પોલીસે આનંદ કહારની ધરપકડ કરી હતી અને તેને જેલ હવાલે કર્યો હતો.
અગાઉ પણ અલ્પુ સિંધી પેરોલ જંપ કરી ભાગ્યો હતો
અગાઉ જેલમાંથી પેરોલ મેળવી અલ્પુ ભાગ્યો હતો અને ગોત્રી રેપ કાંડ માં જે યુવતી એ આરોપ લગાવ્યો હતો એની સાથે સંપર્કમાં અગાઉથી હતો અને અલ્પુના કહેવાથી જ આખી ખોટી ફરિયાદ ઘડી કાઢવામાં આવી હોવાનું બાદમાં યુવતીએ જણાવ્યું હતું.તે સમયે પેરોલ જંપ કર્યાના દસ મહિના બાદ એ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો હતો.