Vadodara: વરસાદી કાંસ બનાવવાની ધીમી ગતિએ ચાલતી કામગીરીથી રોષ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડભોઇ નગરના નાંદોદી ભાગોળ વિસ્તારમાં આવેલા ખેડૂતોના ખેતરોમાં દરવર્ષે ચોમાસામાં વરસાદી પાણી ઘૂસી જતાં હોઈ તે સમસ્યાના નિકાલ માટે માર્ગ મકાન વિભાગ દ્વારા વરસાદી કાંસની કામગીરી શરૂ કરાઈ છે, પરંતુ તે અત્યંત ધીમી ગતિએ કરાતી હોઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ડભોઇ નગરના નાંદોદી ભાગોળ બહાર આવેલ અંદાજે 100 થી 150 વિઘા જેટલી જમીનમાં પાણી ફરી વળે છે. પાણીના યોગ્ય નિકાલ નહીં હોવાને કારણે સમગ્ર વિસ્તારમાં ગટર અને વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જાય છે.
કેટલીક જગ્યાએ તો કેડ સમા પાણીમાં ખેડૂતોને ચાલવાનો વારો આવે છે. આ બાબતની મુખ્યમંત્રી સુધી રજુઆત કરવામાં આવતા અહીં વરસાદી પાણીના નિકાલ માટે કાંસ બનાવવાનું મંજુર કરાયું હતું, પરંતુ માર્ગ મકાન વિભાગ દ્વારા આ કામગીરીની શરૂઆતમાં જ ઢીલ દાખવવામાં આવેલ હોવાનું ખેડૂતોએ જણાવેલ છે. વધુમાં ખેડૂતોએ જણાવેલ છે કે, ચોમાસું માથે છે ત્યારે હજુ સુધી આ કામગીરી ગોકળગતીએ ચાલતી હોવાથી આ વર્ષે પણ ખેડૂતોની જમીનમાં પાણીનો પ્રશ્ન યથાવત રહેશે, તેમ લાગી રહ્યું છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

