Vadodara: ભાજપના સદસ્યતા અભિયાન-2024 અંતર્ગત બાબાસાહેબને પુષ્પાંજલિ
સદસ્યતા અભિયાન-2024 અંતર્ગત નવા સભ્યોનું અભિયાન શરૂ થશે અમદાવાદના સાંસદ દિનેશભાઇ મકવાણા વડોદરામાં હાજર રહ્યા સાંસદએ કમાટીબાગ ખાતે આવેલ સંકલ્પ ભૂમિની મૂલાકાત લીધી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન-2024 અંતર્ગત સંગઠન પર્વમાં શહેરમાં નવા સભ્યો બનાવવાનું અભિયાન શરૂ કરાશે. ત્યારે સદસ્યતા અભિયાન-2024ના પ્રદેશ સહ સંયોજક અને અમદાવાદના સાંસદ દિનેશભાઇ મકવાણા ગઈકાલે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે વડોદરામાં બેઠક કર્યા બાદ રાત્રી રોકાણ કર્યું હતું. એ પછી આજે કમાટીબાગ ખાતે આવેલ સંકલ્પ ભૂમિની મૂલાકાત લીધી હતી અને બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. આ કાર્યક્રમમાં વડોદરાના મેયર પિન્કીબેન સોની, પૂર્વ મેયર સુનીલ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. ભાજપ દ્વારા ગુજરાતની સાથે કચ્છમાં પણ સદસ્યતા અભિયાનની શરૂઆત સદસ્યતા અભિયાનની શરૂઆત તા.1. સપ્ટેમ્બરથી કરવામાં આવશે. કચ્છમાં 6 લાખ જેટલા સભ્યો પક્ષમાં જોડાય તેવું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. અભિયાનને અનુલક્ષી ભુજમાં જિલ્લા અધ્યક્ષ દેવજી વરચંદના અધ્યક્ષ સ્થાને અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં જિલ્લા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સદસ્યતા અભિયાન અંગે નિદર્શન કરવામાં આવ્યું હતું. અભિયાનના જિલ્લા ઇન્ચાર્જ તરીકે મંત્રી વિકાસ રાજગોર તેમજ સહઇન્ચાર્જ તરીકે પ્રફુલસિંહ જાડેજા, જયસુખ પટેલ, સુરેશસંઘાર અને ગીતાબેન ગણાત્રાની નિમણુંક કરવામાં આવી હતી. આ અભિયાન 1 સપ્ટેમ્બર થી 2 મહિના સુધી કુલ 2 ચરણમાં અમલમાં મુકવામાં આવશે. 16 ઓક્ટોબરથી સક્રિય સદસ્ય અભિયાનની શરૂઆત કરવામાં આવશે. આ અભિયાન હેઠળ સમગ્ર દેશમાંથી 10 કરોડથી વધુ સદસ્યો બનાવવાનું અને કચ્છ જિલ્લામાંથી 6 લાખ કરતા વધુ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટે વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. આ તકે પ્રદેશ મહામંત્રી અને સાંસદે જણાવ્યું હતું કે અભિયાનના દરેક રવિવારને અટલ સદસ્યતા પર્વના રૂપમાં મનાવવામાં આવશે. જિલ્લા ભાજપ પ્રમુખે જિલ્લામાં 6 લાખ કરતા વધુ સદસ્યો બનાવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાર્યશાળામાં જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ નરેન્દ્ર પ્રજાપતિ, ધવલ આચાર્ય, પૂર્વ મંત્રી વાસણભાઈ આહીર, પૂર્વ ધારાસભ્યો પંકજ મહેતા, રમેશ મહેશ્વરી, પ્રદેશ કારોબારી સદસ્ય અરજણ રબારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમ સાત્વિકદાન ગઢવી અને ચેતન કતીરાની યાદીમાં જણાવાયું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સદસ્યતા અભિયાન-2024 અંતર્ગત નવા સભ્યોનું અભિયાન શરૂ થશે
- અમદાવાદના સાંસદ દિનેશભાઇ મકવાણા વડોદરામાં હાજર રહ્યા
- સાંસદએ કમાટીબાગ ખાતે આવેલ સંકલ્પ ભૂમિની મૂલાકાત લીધી હતી
ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન-2024 અંતર્ગત સંગઠન પર્વમાં શહેરમાં નવા સભ્યો બનાવવાનું અભિયાન શરૂ કરાશે. ત્યારે સદસ્યતા અભિયાન-2024ના પ્રદેશ સહ સંયોજક અને અમદાવાદના સાંસદ દિનેશભાઇ મકવાણા ગઈકાલે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે વડોદરામાં બેઠક કર્યા બાદ રાત્રી રોકાણ કર્યું હતું. એ પછી આજે કમાટીબાગ ખાતે આવેલ સંકલ્પ ભૂમિની મૂલાકાત લીધી હતી અને બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. આ કાર્યક્રમમાં વડોદરાના મેયર પિન્કીબેન સોની, પૂર્વ મેયર સુનીલ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
ભાજપ દ્વારા ગુજરાતની સાથે કચ્છમાં પણ સદસ્યતા અભિયાનની શરૂઆત
સદસ્યતા અભિયાનની શરૂઆત તા.1. સપ્ટેમ્બરથી કરવામાં આવશે. કચ્છમાં 6 લાખ જેટલા સભ્યો પક્ષમાં જોડાય તેવું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. અભિયાનને અનુલક્ષી ભુજમાં જિલ્લા અધ્યક્ષ દેવજી વરચંદના અધ્યક્ષ સ્થાને અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં જિલ્લા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સદસ્યતા અભિયાન અંગે નિદર્શન કરવામાં આવ્યું હતું. અભિયાનના જિલ્લા ઇન્ચાર્જ તરીકે મંત્રી વિકાસ રાજગોર તેમજ સહઇન્ચાર્જ તરીકે પ્રફુલસિંહ જાડેજા, જયસુખ પટેલ, સુરેશસંઘાર અને ગીતાબેન ગણાત્રાની નિમણુંક કરવામાં આવી હતી. આ અભિયાન 1 સપ્ટેમ્બર થી 2 મહિના સુધી કુલ 2 ચરણમાં અમલમાં મુકવામાં આવશે. 16 ઓક્ટોબરથી સક્રિય સદસ્ય અભિયાનની શરૂઆત કરવામાં આવશે. આ અભિયાન હેઠળ સમગ્ર દેશમાંથી 10 કરોડથી વધુ સદસ્યો બનાવવાનું અને કચ્છ જિલ્લામાંથી 6 લાખ કરતા વધુ લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટે વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. આ તકે પ્રદેશ મહામંત્રી અને સાંસદે જણાવ્યું હતું કે અભિયાનના દરેક રવિવારને અટલ સદસ્યતા પર્વના રૂપમાં મનાવવામાં આવશે. જિલ્લા ભાજપ પ્રમુખે જિલ્લામાં 6 લાખ કરતા વધુ સદસ્યો બનાવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાર્યશાળામાં જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ નરેન્દ્ર પ્રજાપતિ, ધવલ આચાર્ય, પૂર્વ મંત્રી વાસણભાઈ આહીર, પૂર્વ ધારાસભ્યો પંકજ મહેતા, રમેશ મહેશ્વરી, પ્રદેશ કારોબારી સદસ્ય અરજણ રબારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમ સાત્વિકદાન ગઢવી અને ચેતન કતીરાની યાદીમાં જણાવાયું હતું.