Vadodara: તરસાલીમાં ઘરેલું ઝઘડાનો કોલ મળતા પહોંચેલા પોલીસ કર્મીઓ સાથે જ ઝપાઝપી

Mar 13, 2026 - 16:00
Vadodara: તરસાલીમાં ઘરેલું ઝઘડાનો કોલ મળતા પહોંચેલા પોલીસ કર્મીઓ સાથે જ ઝપાઝપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ઘરેલુ ઝઘડાની ફરિયાદ બાદ પહોંચેલી પોલીસ ટીમ સાથે ઝપાઝપીની ઘટના સામે આવી છે. ઘટનાને લઈને વિસ્તારમાં થોડા સમય માટે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.

 પરિવાર વચ્ચે ઘરેલુ ઝઘડો થયો

માહિતી અનુસાર, તરસાલી વિસ્તારમાં રહેતા એક પરિવાર વચ્ચે ઘરેલુ ઝઘડો થયો હોવાની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. કોલ મળતા જ સ્થાનિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.

પિતા અને પુત્ર વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી

પ્રાથમિક માહિતી મુજબ પિતા અને પુત્ર વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થતા ઝઘડો વધ્યો હતો. તે દરમિયાન ઘરમાં રહેલી મહિલાઓ પણ અંદરો અંદર ઝઘડી રહી હતી. પરિસ્થિતિ બગડતી જોઈ આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ સાથે જ ઝપાઝપી શરૂ કરી

પોલીસ સ્થળ પર પહોંચી મામલો શાંત કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે કેટલાક લોકોએ પોલીસ સાથે જ ઝપાઝપી શરૂ કરી દીધી હતી. જો કે ત્યારબાદ પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો----    Vadodara: મકરપુરા GIDC માં બે લાખની ચીલઝડપ, ભેજાબાજો ફરાર

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0