Vadodara: ચીકણી માટીવાળું પાણી વસાહતીઓના ઘરમાં ઘૂસ્યું
હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓએ રોડ પર પાણી છોડ્યું શંકરવાડી વિસ્તારમાં ચીકણી માટીવાળું પાણી ઘરમાં ઘૂસ્યું સ્થાનિક કોર્પોરેટરે પ્રોજેક્ટના અધિકારીઓ સામે આક્ષેપ કર્યા વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે હાઈ સ્પીડ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ પ્રોજેક્ટના જવાબદાર અધિકારીઓ કોઈપણ જાતની મંજૂરી વગર રહેણાંક વિસ્તારમાં ચીકણી માટીવાળુ પાણી પમ્પિંગથી ખુલ્લુ છોડી રહ્યાં છે. જેના કારણે આ માટીવાળું પાણી શંકરવાડી વિસ્તારના રહિશોના મકાનોમા વરસાદના પાણી સાથે ઘૂસી રહ્યું છે. ઉપરાંત માટીયુક્ત પાણી વરસાદી કાંસોમાં પણ જતુ હોવાના આક્ષેપ સાથે આજે સવારે સ્થાનિક કોર્પોરેટર પંડ્યા બ્રિજ ખાતે હાઈ સ્પીડ ટ્રેનના પ્રોજેક્ટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં તેમણે જવાબદાર અધિકારીઓને આડેહાથ લઈ સત્વરે ચીકણી માટીવાળું પાણી છોડવાનુ બંધ કરવા તાકીદ કરી હતી. વડોદરામાં 5 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે વડોદરામાં પણ પાંચ કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. વડોદરાના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેમાં રાવપુરા, કારેલીબાગ, મકરપુરા, મચ્છીપીઠ સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. તેમજ માંજલપુર, માંડવી, વીઆઈપી રોડમાં પણ પાણી ભરાયા છે. ખોડીયાર નગર, અમિત નગર, ગોરવા, ગોત્રીમાં પણ પાણી ફરી વળ્યા છે. અલ્કાપુરી ગરનાળામાં પાણી ભરાતા બંધ કરવામાં આવ્યું છે. વરસાદી પાણીમાં સ્કૂલ વાન ફસાઈ હતી શહેરમાં ભારે વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મદનઝાંપા, પથ્થરગેટ, મંગળબજાર વિસ્તારમાં ભરાયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેમજ માંજલપુર વિસ્તારમાં અનેક સોસાયટીમાં ઘરમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ, રામેશ્વર મહાદેવ મંદિર પાસેના રોડ પર ઘૂંટણસામા પાણી ભરાતા સ્કૂલ વાન પાણીમાં ફસાઈ છે. તેમજ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓએ રોડ પર પાણી છોડ્યું
- શંકરવાડી વિસ્તારમાં ચીકણી માટીવાળું પાણી ઘરમાં ઘૂસ્યું
- સ્થાનિક કોર્પોરેટરે પ્રોજેક્ટના અધિકારીઓ સામે આક્ષેપ કર્યા
વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે હાઈ સ્પીડ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ પ્રોજેક્ટના જવાબદાર અધિકારીઓ કોઈપણ જાતની મંજૂરી વગર રહેણાંક વિસ્તારમાં ચીકણી માટીવાળુ પાણી પમ્પિંગથી ખુલ્લુ છોડી રહ્યાં છે. જેના કારણે આ માટીવાળું પાણી શંકરવાડી વિસ્તારના રહિશોના મકાનોમા વરસાદના પાણી સાથે ઘૂસી રહ્યું છે.
ઉપરાંત માટીયુક્ત પાણી વરસાદી કાંસોમાં પણ જતુ હોવાના આક્ષેપ સાથે આજે સવારે સ્થાનિક કોર્પોરેટર પંડ્યા બ્રિજ ખાતે હાઈ સ્પીડ ટ્રેનના પ્રોજેક્ટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં તેમણે જવાબદાર અધિકારીઓને આડેહાથ લઈ સત્વરે ચીકણી માટીવાળું પાણી છોડવાનુ બંધ કરવા તાકીદ કરી હતી.
વડોદરામાં 5 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે વડોદરામાં પણ પાંચ કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. વડોદરાના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેમાં રાવપુરા, કારેલીબાગ, મકરપુરા, મચ્છીપીઠ સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. તેમજ માંજલપુર, માંડવી, વીઆઈપી રોડમાં પણ પાણી ભરાયા છે. ખોડીયાર નગર, અમિત નગર, ગોરવા, ગોત્રીમાં પણ પાણી ફરી વળ્યા છે. અલ્કાપુરી ગરનાળામાં પાણી ભરાતા બંધ કરવામાં આવ્યું છે.
વરસાદી પાણીમાં સ્કૂલ વાન ફસાઈ હતી
શહેરમાં ભારે વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મદનઝાંપા, પથ્થરગેટ, મંગળબજાર વિસ્તારમાં ભરાયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેમજ માંજલપુર વિસ્તારમાં અનેક સોસાયટીમાં ઘરમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ, રામેશ્વર મહાદેવ મંદિર પાસેના રોડ પર ઘૂંટણસામા પાણી ભરાતા સ્કૂલ વાન પાણીમાં ફસાઈ છે. તેમજ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.