Vadodara: ઓ બાપરે... જોઈને જ ઉલટી થઈ જશે, વડોદરાના હરિઓમ કાઠિયાવાડીમાં ગંદકીનું સામ્રાજ્ય!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara: સુરતમાં સામે આવેલી ઘટનાના પગલે વડોદરા આરોગ્ય તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. શહેરના હોટેલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વડોદરાના સમા-સાવલી વિસ્તારમાં આવેલી હરિઓમ કાઠિયાવાડી હોટેલમાં આરોગ્ય વિભાગની ટીમે દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.હોટેલમાં જોવા મળી ગંદકી
મળતી માહિતી અનુસાર તપાસ દરમિયાન હોટેલમાં અત્યંત ગંદકી વચ્ચે ભોજન બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. હોટેલના ફ્રિજમાં પણ ભારે ગંદકી જોવા મળી હતી. આ ઉપરાંત રો મટીરીયલના સ્ટોરેજ વિસ્તારમાં પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો.બંધ કરાવી હોટેલ
નોંધનીય છે કે, આરોગ્ય વિભાગની ટીમે સમગ્ર પરિસ્થિતિને ગંભીરતાથી લેતાં હોટેલ બંધ કરાવી દીધી હતી. જ્યાં સુધી હોટેલમાં સંપૂર્ણ સ્વચ્છતા જાળવવામાં નહીં આવે ત્યાં સુધી તેને બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા હોટેલ સંચાલક સામે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગેની ચકાસણી આગામી દિવસોમાં પણ ચાલુ રહે તેવી શક્યતા છે.
https://www.youtube.com/watch?v=lRo2ZYjAp-o
ફૂડ પોઇઝનિંગથી માસૂમ બાળકીનું મોત
ઉલ્લેખનીય છે કે, સુરતમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટનામાં એક માસૂમ બાળકીનું કરુણ મોત નિપજતાં સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં તાકીદની વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા અને શહેરોની હોટલો તથા રેસ્ટોરન્ટ્સમાં આગામી 3 દિવસ સુધી સઘન અને કડક ચકાસણી હાથ ધરવાના સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે. આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન હોટલ-રેસ્ટોરન્ટના રસોડામાં રાખવામાં આવતી સ્વચ્છતા, ખોરાકની ગુણવત્તા અને હાઈજીન મેઈન્ટેનન્સની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આવી અપ્રિય ઘટનાઓ રોકી શકાય.
આ પણ વાંચો: Surat: જાહેરમાં કચરો ફેંકનારાઓની હવે ખેર નથી! આરોગ્ય વિભાગની ટીમે 50થી વધુ લોકોને ઝડપ્યા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

