Vadodara News : સ્વચ્છતા જાળવવા માટે કોર્પોરેશન દ્વારા 25 દિવસમાં જ નિયમોનો ભંગ કરનારાઓ પાસેથી 28.43 લાખ જેટલો દંડ વસૂલ કરાયો

Mar 8, 2026 - 00:00
Vadodara News : સ્વચ્છતા જાળવવા માટે કોર્પોરેશન દ્વારા 25 દિવસમાં જ નિયમોનો ભંગ કરનારાઓ પાસેથી 28.43 લાખ જેટલો દંડ વસૂલ કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ફેબ્રુઆરી મહિનાના માત્ર 25 દિવસમાં જ પાલિકાએ નિયમોનો ભંગ કરનારાઓ પાસેથી કુલ રૂ. 28.43 લાખ જેટલો દંડ વસૂલ કર્યો છે. એટલે કે દરરોજ સરેરાશ લગભગ રૂ. 1.13 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

તમામ વોર્ડમાં સઘન ચેકિંગ કરાયું

મહાનગરપાલિકા દ્વારા 1 ફેબ્રુઆરી 2026 થી 25 ફેબ્રુઆરી 2026 સુધી શહેરના તમામ વોર્ડમાં સઘન ચેકિંગ, નાઈટ ડ્રાઈવ અને વિશેષ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન બાંધકામનો કચરો જાહેર સ્થળે ફેંકવો, ગંદકી ફેલાવવી, પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો અને અન્ય મ્યુનિસિપલ નિયમોના ભંગ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વિવિધ ઉલ્લંઘન બદલ દંડ

આ ઝુંબેશ દરમિયાન બાંધકામ સાઇટ સંબંધિત ઉલ્લંઘન બદલ રૂ. 3,02,600નો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે નાઈટ ડ્રાઈવ દરમિયાન રૂ. 4,22,500નો દંડ લેવામાં આવ્યો હતો. જાહેર સ્થળે ગંદકી ફેલાવનારાઓ સામે સૌથી વધુ રૂ. 14,39,700નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ બદલ રૂ. 3,34,700નો દંડ લેવામાં આવ્યો હતો. સીસી ટીવીનો ઉપયોગ

શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા દ્વારા કંટ્રોલ સેન્ટર મારફતે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ મોનીટરીંગ દરમિયાન ગંદકી ફેલાવનારાઓને ઓળખી તેમના સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન કુલ 24 લોકોને ઓળખી તેમની સામે રૂ. 12,200નો દંડ કરવામાં આવ્યો હતો.


આ પણ વાંચો---    Gandhinagar : રાજ્યની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદારોનું શાસન, વર્તમાન બોર્ડની મુદત પુરી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0